For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકન પ્રવાસીઓને નરેન્દ્ર મોદી આપશે ભેટ...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર: ભારત અમેરિકન પ્રવાસીઓને આગમન પર વિઝા સુવિધા આપવાના પ્રસ્તાવ પર કામ કરી રહ્યા છે. આ એ મોટી જાહેરાતોમાંની એક છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 26 સપ્ટેમ્બરના રોજ શરૂ થનારી ઉચ્ચ સ્તરીય અમેરિકન પ્રવાસ દરમિયા જાહેરાત કરી શકાય છે.

સરકારી સૂત્રો અનુસાર, આગમન પર વિઝાના પ્રસ્તાવ સાથે જોડાયેલ કાર્ય પૂર્ણ કરવા માટે ગૃહમંત્રાલય વધારાના સમયમાં કામ કરી રહ્યું છે જેથી વડાપ્રધાનની યાત્રા પહેલા સમય રહેતા તેને અંતિમ રૂપ આપી શકાય.

સૂત્રોએ જણાવ્યું કે ગૃહમંત્રાલય પ્રવાસન મંત્રાલયની સાથે ચર્ચા કરતા પ્રવાસી આગમન પર વિઝા મુદ્દા પર કામ કરી રહ્યા છે. આ અંતર્ગત વિઝા તે અમેરિકન નાગરિકોને અપાઇ શકે છે, જેમનું રહેઠાણ અથવા વ્યવસાય ભારતમાં નથી અને તેમનો ભારત આવવાનો ઉદ્દેશ્ય માત્ર વિશ્રામ, પ્રવાસન, મિત્રો અને સંબંધીઓ વગેરેને મળવા માટે અનૌપચારિક યાત્રા કરવાનું હોય.

modi
નવા પ્રસ્તાવ હેઠળ, અત્રે રોકાવાની સમયસીમા 30 દિવસ રાખવાની સંભાવના છે. આ પ્રસ્તાવ પર હજી કામ ચાલી રહ્યું છે. પ્રારંભિક રીતે પ્રવાસીઓ આગમન પર વિઝાની આ સુવિધાની શરૂઆત જાન્યુઆરી 2010માં પાંચ દેશોના નાગરિકો માટે કરવામાં આવી હતી અને હવે આ સુવિધા 11 દેશોના નાગરિકો માટે ઉપલબ્ધ છે.

જેમાં ફિનલેંડ, જાપાન, લગ્જમબર્ગ, ન્યૂઝીલેંડ, સિંગાપુર, કંબોડિયા, વિયતનામ, ફિલીપીન્સ, લાઓસ, મ્યાંમા, ઇંડોનેશિયા અને દક્ષિણી કોરિયાનો સમાવેશ થાય છે. જોકે રણનૈતિક સહયોગી હોવાના કારણે ભારત અને અમેરિકાના નાગરિકો માટે બંને દેશોમાં પ્રવાસન આગમન પર વિઝાની કોઇ સુવિધા નથી. કેટલાંક માપદંડો અનુસાર, હાલમાં પ્રતિવર્ષ લગભગ 10 લાખ અમેરિકન પ્રવાસીઓ ભારત આવે છે.

વડાપ્રધાન પાંચ દિવસની અમેરિકા યાત્રા પર જશે અને આ દરમિયાન તેઓ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ વોશિંગ્ટન જશે અને ત્યાં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે. ઓબામાએ લગભગ ચાર માસ પહેલા જ્યારે લોકસભા ચૂંટણીમાં મોદીનો વિજય થયો ત્યારે તેમને શુભેચ્છા પાઠવવા માટે ફોન કર્યો હતો અને અમેરિકા આવવાનું નિમંત્રણ પણ આપ્યું હતું.

English summary
India is working on a proposal for visa on arrival (VoA) facility for US tourists, one of the big-ticket announcements expected to be made during prime minister Narendra Modi's high-profile visit to the US beginning September 26.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X