For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: મંત્રોચ્ચારણ અને ગંગા આરતી સાથે નવા વર્ષ 2022નુ સ્વાગત, ગુવાહાટીમાં વર્ષનુ પહેલુ સૂર્યોદય

ભગવાન શિવની નગરી કાશીમાં નવા વર્ષનુ સ્વાગત મંત્રોચ્ચારણ અને સવારે અસ્સી ઘાટ પર મા ગંગાની આરતી સાથે પારંપરિક રીતે કરવામાં આવ્યુ.

|
Google Oneindia Gujarati News

વારાણસીઃ કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનના જોખમ અને પ્રતિબંધો વચ્ચે લોકોએ નવા વર્ષ 2022નુ સ્વાગત દિલથી કર્યુ છે. આ દરમિયાન ઠેર-ઠેર આતશબાજી કરવામાં આવી અને ક્યાંક-ક્યાંક ઉજવણીનો માહોલ રહ્યો. વળી, ભગવાન શિવની નગરી કાશીમાં નવા વર્ષનુ સ્વાગત મંત્રોચ્ચારણ અને સવારે અસ્સી ઘાટ પર મા ગંગાની આરતી સાથે પારંપરિક રીતે કરવામાં આવ્યુ. જો કે રાત્રિ કર્ફ્યુના કારણે રાતના આયોજનો સીમિત કરી દેવામાં આવ્યા હતા.

ganga aarti

વળી, 31 ડિસેમ્બર, 2021ને પણ લોકોએ યાદગાર બનાવવાની કોશિશ કરી હતી. વારાણસીમાં સંસ્થાઓ તરફથી વિદાય થઈ રહેલા વર્ષને અલવિદા કહેવા અને નવા વર્ષના સ્વાગત માટે ઘણા બધા આયોજનો કરવામાં આવ્યા. શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં નવા વર્ષ પર દર્શન-પૂજન માટે ઘણા શ્રદ્ધાળુઓની લાંબી કતાર રહી. વળી, દેશભરના ઘણા રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ ગંગા આરતી જોવા અને ભગવાન શિવના દર્શન કરવા માટે બનારસ પહોંચ્યા.

તમને જણાવી દઈએ કે 31 ડિસેમ્બર અને એક જાન્યુઆરીએ શ્રદ્ધાળુઓની ભારે ભીડને જોતા મંદિર પ્રશાસને ઝાંખી દર્શનની વ્યવસ્થા કરી હતી. વળી, સંકટમોચન, દુર્ગાકુંડ, બીએચયુ વિશ્વનાથ શૂલટંકેશ્વર મહાદેવ સહિત મોટાભાગના મંદિરોમાં દર્શન-પૂજનની વ્યવસ્થા કરવામાં આવી છે. વળી, નવા વર્ષનુ સ્વાગત અસ્સી ઘાટ પર મા ગંગાની વિશેષ આરતી સાથે કરવામાં આવ્યુ. આ દરમિયાન સહુ કોઈ જૂના વર્ષની વિદાય અને નવા વર્ષની શરૂઆતને યાદગાર બનાવવામાં લાગી ગયુ.

કોઈ ડીજેની ધૂન પર થિરકતા 2022નુ સ્વાગત કરવા આતુર હતુ તો કોઈ ગીત-ગઝલોની મહેફિલનો હિસ્સો બનવા માટે આતુર. વળી, નવા વર્ષનુ સ્વાગત કરવા માટે ગંગા પાર રેતી પર પણ તૈયારીઓ કરવામાં આવી છે. આ દરમિયાન અસ્સીથી લઈને દશાશ્વમેધ ઘાટ વચ્ચે ઉંટ અને ઘોડાની સવારી સાથે જ લોકો વ્યંજનોનો લુત્ફ ઉઠાવતા જોવા મળ્યા. રથયાત્રા સ્થિત સ્વાસ્તિક સેવાશ્રમમાં વર્ષ 2021ની ખાટી-મીઠી યાદો સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી.

વર્ષના પહેલા દિવસના સૂર્યોદયના ફોટા પણ લોકોને લુભાવી રહ્યા છે. ભારતમાં સૂર્ય સૌથી પહેલા અરુણાચલ પ્રદેશમાં નીકળે છે અને ત્યાંથી અમુક કિલોમીટર દૂર ગુવાહાટી શહેરમાં આજે જ્યારે સૂર્ય નીકળય્યો તો તેની પ્રભા જોવા લાયક હતી. ગુવાહાટી આસામનુ સૌથી મોટુ શહેર છે. ત્યાંનો વીડિયો સામે આવ્યો છે. ન્યૂઝ એજન્સીએ મુંબઈના ગેટવે ઑફ ઈન્ડિયાનો વીડિયો પણ જાહેર કર્યો છે. જેમાં સમુદ્રની ઉપર સૂર્ય ઉદય થતો જોવા મળી રહ્યો છે.

English summary
Traditional welcome of New Year 2022 with Ganga Aarti at Varanasi, first sunrise from Guwahati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X