For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે બાઈકમાં મ્યુઝિક ચલાવવાને કારણે ટ્રાફિક પોલીસે ફટકાર્યો દંડ, જાણો શું છે નિયમ

દેશમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા બાદ ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર લોકોને મોટા દંડ ફટકારાઈ રહ્યા છે. ક્યાંક એક લાખ તો ક્યાંક છ લાખ સુધીના દંડ ફટકાર્યા છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા બાદ ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર લોકોને મોટા દંડ ફટકારાઈ રહ્યા છે. ક્યાંક એક લાખ તો ક્યાંક છ લાખ સુધીના દંડ ફટકાર્યા છે. ત્યારે એવા સમાચાર સામે આવ્યા છે કે એક વ્યક્તિને બાઈકમાં મ્યુઝિક ચલાવવા બદલ દંડ કરવામાં આવ્યો. આ વ્યક્તિ 33 લાખ રૂપિયાની કિંમતની લક્ઝરી હાર્લી ડેવિડસન બાઈક ચલાવી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે આ બાઈકમાં કોઈ પણ હેચબેક કાર્સ કરતા વધુ ફીચર્સ હોય છે. સાથે જ કંપની તેમાં આધુનિક મ્યુઝિક સિસ્ટમ પણ આપે છે.

જો કે નવા મોટર વ્હિકલ એક્ટની અસર આ બાઈક પર પણ પડી. દિલ્હી પોલીસે આ બાઈકસવાર પર મ્યુઝિક વગાડવાને કારણે દંડ ફટકાર્યો છે. દિલ્હી પોલીસે રસ્તમાં બાઈક ચલાવતા સમયે મ્યુઝિક સાંભળવાને કારણે રાઘવ સ્વાતિ પ્રૂથીને દંડ ફટકાર્યો છે. રાઘવે ગત મહિને હાર્લી ડેવિડસન રોડ ગ્લાઈડનું સ્પેશિયલ વર્ઝન ખરીદ્યું હતું. પરંતુ એક મહિના બાદ જ તેણે દંડ ભરવો પડ્યો. આ ઘટના અંગે વાત કરતા રાઘવે ફેસબુક પર પોસ્ટ લખી છે, જેમાં એક વીડિયો પણ છે.

મામલો દિલ્હીના તિલકનગર પોલીલ સ્ટેશન

મામલો દિલ્હીના તિલકનગર પોલીલ સ્ટેશન

આ મામલો દિલ્હીના તિલકનગર પોલીલ સ્ટેશનમાં નોંધાયું છે. ફેસબુક પર કરાયેલી પોસ્ટમાં રાઘવે લક્યું છે કે,'હું તિલકનગરમાં મારી હાર્લે ડેવિડનસ રોડ ગ્લાઈડ પર હતો. મેં હેલ્મેટ પહેરી હતી અને મ્યુઝિક સિ્ટમ પર ગીતો સાંભળી રહ્યો હતો, તે પણ વોલ્યુમ 30 ટકા પર હતું. પરંતુ જેવું મેં ગ્રીન સિગ્નલ થવાથી બાઈક આગળ વધાર્યું તો પોલીસ કારે મારું બાઈક અટકાવ્યું. જો કે પોલીસની ગાડી ચલાવનાર ડ્રાઈવર યુનિફોર્મમાં હતો. પરંતુ તે બહાર આવ્યો અને મારી પાસે લાઈસન્સ માગ્યું. જ્યારે મેં તેને પૂછ્યુ કે મને કેમ રોક્યો છે, તો ડ્રાઈવરે કહ્યું કે એસીપી, તિલકનગર પોલીસ સ્ટેશન કારમાં છે અને બાઈકના દસ્તાવેજ બતાવો અથવા પોલીસ સ્ટેશન આવો.'

પોલીસવાળા તેમના પર ગુસ્સે થયા

પોલીસવાળા તેમના પર ગુસ્સે થયા

રાઘવે આગળ કહ્યું કે જ્યારે તે પોલીસ સ્ટેશન પહોંચ્યા તો પોલીસવાળા તેમના પર ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે કોઈ સ્પીકર્સવાળુ બાઈક કેવી રીતે ચલાવી શકે, આ મોડિફાઈ કરાવેલું બાઈક છે.

પોલીસે વાત ન માની

પોલીસે વાત ન માની

રાઘવે સમજાવ્યા તો પણ પોલીસે તેમની વાત ન માની. ACP અને SI વારંવાર કહેવા લાગ્યા કે બાઈક ગેરકાયદે છે અને તેને ચલાવવા માટે તમારે પરમિશન લેવી પડશે. પોલીસને સમજાવવા માટે તેમણે હાર્લિ ડેવિડસન ઈન્ડિયાની વેબાસઈટ પર બાઈક વિશે બતાવ્યું. પરંતુ પોલીસે તો પણ તેમની વાત ન માની. પોલીસે કથિત રીતે કહ્યું કે તેમના બાઈક માટે દંડ ફટકારો અને ટાર્ગેટ પૂરો. રાઘવે હાર્લે ડેવિડસન રોડ ગ્લાઈડને 22 ઓગસ્ટે રજિસ્ટર કર્યું હતું, જે માંડ એક મહિનો જૂનું છે.

આ પણ વાંચો: આ 5 ટ્રાફિક નિયમોની અવગણના ન કરો, નહીં તો કપાશે ભારે ચાલાન

English summary
Traffic rules delhi police fined harley davidson rider for playing music
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X