For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ સરકારનું મોટું પગલું, 11,000 વિકલાંગ કર્મચારીઓનું પરિવહન ભથ્થું પુનઃસ્થાપિત

પંજાબ સરકારે 110000 દિવ્યાંગ કર્મચારીઓનું પરિવહન ભથ્થું પુનઃસ્થાપિત કરતાં દિવ્યાંગ કર્મચારીઓને આર્થિક મજબૂતી મળશે.

By Desk
|
Google Oneindia Gujarati News

પંજાબ સરકારે 11,000 દિવ્યાંગ કર્મચારીઓના પરિવહન ભથ્થાને પુનઃસ્થાપિત કરી દીધું છે. હવે તેમને દર મહિને 1000 રૂપિયાનું ભથ્થું મળશે. અગાઉની સરકારે આ ભથ્થું બંધ કરી દીધું હતું. સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ બલજીત કૌરે શનિવારે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગતા દિવસ બપર મલોટમાં આયોજિત રાજ્યસ્તરીય સમારોહ દરમિયાન ભથ્થું ફરી શરૂ કરવાની ઘોષણા કરી હતી.

punjab

તેમણે જણાવ્યું કે આ સ્કીમ છઠ્ઠા વેતન પંચ લાગૂ થવા દરમિયાન બંધ કરી દેવામાં આવી હતી. હવે સંબંધિત કર્મચારીઓને દર મહિને એક હજાર રૂપિયાનું કન્વેંસ અલાઉંસ મળશે. આ અવસર પર 12 દિવ્યાંગોને સ્ટેટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા. જ્યારે 219 લાભાર્થીઓને 26 લાખ રૂપિયાના કૃત્રિમ અંગનું વિતરણ કર્યું.

આ ઉપરાંત પંજાબ અનુસૂચિત જાતિ ભૂ વિકાસ અને નાણા કોર્પોરેશન તરફથી 57 લાખ રૂપિયાના લોન મંજૂર પત્ર આપવામાં આવ્યા. કેબિનેટ મંત્રીએ એવી પણ ઘોષણા કરી કે હવેથી 60 ટકા અપંગતાના કારણે 40 ટકા વાળી સરકારી દિવ્યાંગ કર્મચારી પોતાના શહેરની નજીક બદલી કરાવી શકે છે. ડૉ બલજીત કૌરે કહ્યું કે પેંશન કૌભાંડની તપાસ ચાલુ છે, 90 હજાર ફેક પેંશન મેળવનારાઓનો ખુલાસો થયો છે.

English summary
transport allowance of 11,000 disabled employees has been restored by punjab govt
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X