સંસદનું શિયાળુ સત્ર પુર્ણ, ટ્રિપલ તલાક બિલ અટક્યું

Written By:
Subscribe to Oneindia News

સંસદનું શિયાળુ સત્ર શુક્રવારના રોજ પુર્ણ થયું છે અને ટ્રિપલ તલાક બિલ બજેટ સત્ર સુધી અટકી ગયું છે. લોકસભા માંથી પસાર થયા બાદ રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ સર્વસંમતિથી પસાર થઈ શક્યું નથી. શુક્રવારના રોજ ભાજપ અને કોંગ્રેસ આ બિલને લઇને આમને સામને આવી ગયા હતા. કોંગ્રેસનું કહેવું છે કે, તેઓ મહિલા સશક્તિકરણના મુદ્દાને ધ્યાનમાં રાખતા ચોક્કસ આ બિલના પક્ષમાં છે પરંતુ ભાજપ સરકાર તેને સંશોધન માટે સેલેક્ટ કમિટિ પાસે મોકલે. જે અંગે ભાજપે વિરોધ કર્યો હતો.

India

ઉલ્લેખનીય છે કે ગુરૂવારના રોજ પણ સંસદમાં ટ્રિપલ તલાક બિલને લઇને હંગામો થયો હતો. ત્યારે પણ બિલને 'મુસ્લિમ મહિલા( વિવાહ અધિકાર સંરક્ષણ) વિધેયક 2017'ની સેલેક્ટ કમિટિને મોકલવા પર પણ ચર્ચા થઈ હતી. તેના વિરોધમાં અરૂણ જેટલીએ જણાવ્યુ કે, આ પ્રસ્તાવ બિલ રજૂ થાય તેના 24 કલાક પહેલા લાવવો જોઇ તો હતો. ટ્રિપલ તલાક બિલને લઇને શુક્રાવારે તૃણમૂલ કોંગ્રેસને સાંસદ ડોરેક ઓ બ્રાયન અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની વચ્ચે પણ વિવાદ થઇ ગયો હતો.

English summary
Triple Talaq Bill Rajya Sabha Ravi Shankar Prasad Congress Parliament

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.