રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ રજુ, કોંગ્રસ-ભાજપ આમને સામને

Written By:
Subscribe to Oneindia News

રાજ્યસભામાં ગુરૂવારે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ટ્રિપલ તલાક બિલ રજુ કર્યું હતું. આ બિલની ચર્ચામાં કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી ગઇ હતી. કોંગ્રેસે આ બિલને સેલેક્ટ કમિટિ પાસે મોકલાનું કહ્યું હતું, તો ભાજપે તેનો વિરોધ કર્યો હતો. રાજ્યસભામાં હંગામો વધી જવાને કારણે તેની કામગીરી ગુરૂવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી.

Rajya sabha

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ રજુ કરતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, ત્રણ તલાક બિલ લોકસભામાં મંજુર થઇ જવા છતાં યુપીના મુરાદાબાદમાં એક મુસ્લિમ મહિલાને દહેજ ન આપવાના કારણે ત્રણ તલાક આપવામાં આવ્યો હતો. તો બીજી તરફ આ બિલની ચર્ચામાં કોંગ્રસેના સાંસદ આનંદ શર્માએ નોટિસ આપતા માંગ કરી કે, આ બિલને સંશોધન માટે રાજ્યસભાની સેલેક્ટ કમિટિને આપવામાં આવે. જેનો વિરોધ કરતા અરૂણ જેટલીએ કહ્યું કે, આ નોટિસ એક દિવસ પહેલા શા માટે ના આપી? સંસદમાં કોઇ પણ પ્રસ્તાવ 24 કલાક પહેલા આપવામાં આવે છે. નોંધનીય છે કે, લોકસભામાં કોંગ્રેસે ત્રણ તલાક બિલનું સમર્થન કર્યુ હતુ, જ્યારે બુધવારે કોંગ્રેસ દ્વારા જ રાજ્યસભામાં તેને રોકવામાં આવ્યું હતું.

English summary
Triple Talaq Bill tabled in Rajya Sabha by Union Law Minister Ravi Shankar Prasad.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.