ત્રિપુરામાં 60 વિધાનસભા બેઠકો માટે વોટિંગ જારી

આખા રાજ્યમાં સવારે સાત વાગ્યે મતદાન શરૂ થયા પહેલા જ મતદાન કેન્દ્રોની બહાર મહિલાઓ અને પુરુષોની લાઇન લાગી ગઇ હતી. મતદાતાઓ પોતાના મતદાનનો ઉપયોગ સાંજે ચાર વાગ્યા સુધી કરી શકશે.
રાજ્યમાં કુલ 23,55,446 મતદાતાઓ છે, જેમાંથી 50 ટકા સંખ્યા મહિલા મતદાતાઓની છે. ચૂંટણીમાં 15 મહિલાઓ સહિત 239 ઉમેદવારોનું ભવિષ્ય ઇવીએમ મશિનમાં કેદ થશે. જેમાં ઘણા અપક્ષ ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે.
રાજ્યમાં મુખ્ય મુકાબલો ડાબેરી અને કોંગ્રેસની વચ્ચે છે. ડાબેરીઓની મુખ્ય પાર્ટી માકપા 55 બેઠક પર, આરએસપી બે પર, ભાકપા બે પર તથા ફોરવર્ડ બ્લોક એક સીટ પર ચૂંટણી લડી રહ્યા છે.
કોંગ્રેસે 48 બેઠક પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે અને તેની ગઠબંધન સહયોગી આઇએનપીટીએ 11 પર તથા નેશનલ કોંફ્રેન્સ ઓફ ત્રિપુરાએ એક બેઠક પર પોતાના ઉમેદવારને ઉભો કર્યો છે.












Click it and Unblock the Notifications
