For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tripura civic polls: ત્રિપુરામાં આજે નગરનિગમની ચૂંટણી, સુરક્ષા વ્યવસ્થાનો કડક બંદોબસ્ત

રાજકીય હિંસાના આરોપો વચ્ચે ત્રિપુરામાં આજે નગરનિગમની ચૂંટણી થઈ રહી છે. જો કે હાઈકોર્ટના નિર્દેશ પર સુરક્ષાની કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

અગરતલાઃ રાજકીય હિંસાના આરોપો વચ્ચે ત્રિપુરામાં આજે નગરનિગમની ચૂંટણી થઈ રહી છે. જો કે હાઈકોર્ટના નિર્દેશ પર સુરક્ષાની કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ અંગે માહિતી આપતા પોલિસ મહાનિર્દેશક અરિંદમ નાથે મીડિયાને કહ્યુ કે ત્રિપુરા પોલિસ અને ત્રિપુરા રાજ્ય રાઈફલ્સ ઉપરાંત મોટી સંખ્યામાં સીઆરપીએફ અને બીએસએફનના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સંવેદનશીલ 20 સ્થળોને ચિહ્નિત કરવામાં આવ્યા છે અને વળી, 644 કેન્દ્રોને અલગ-અલગ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે અને ત્યાં ભારે સંખ્યામાં સુરક્ષાબળો તૈનાત કરવામાં આવ્યા છે.

civic polls

તમને જણાવી દઈએ કે આજે 222 સીટો માટે મતદાન થવા જઈ રહ્યુ છે જેમાં ભાજપ, માકપા અને તૃણમૂલ કોંગ્રેસ સહિત વિવિધ પક્ષોના 785 ઉમેદવારોની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. મતોની ગણતરી 28 નવેમ્બરે થશે. આ પહેલા ત્રિપુરામાં કથિત હિંસા અને ચૂંટણી પ્રચાર પ્રતિબંધો માટે સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી થઈ હતી જેને સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે ત્રિપુરા નગર નિગમ ચૂંટણી સ્થગિત કરવાનો ઈનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે ચૂંટણી પોતાના અંતિમ દોરમાં છે અને એવામાં તેને સ્થગિત કરી શકાય નહિ પરંતુ તેને પ્રશાસને કડક નિર્દેશ આપીને કહ્યુ હતુ કે આ તેની જવાબદારી છે કે નગરપાલિકા ચૂંટણીના બાકીના તબક્કા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે થાય.

ઉલ્લેખનીય છે કે ટીએમસીના વકીલે સુપ્રીમ કોર્ટને રાજ્યમાં હાલમાં જ કથિત હિંસા અને રાજકીય તણાવના કારણે નગર નિગમની ચૂંટણી પૂનર્નિધારણ પર વિચાર કરવા માટે કહ્યુ હતુ પરંતુ કોર્ટે આમ ન કરવા માટે મનાવી દીધા. હાલમાં આજે ચૂંટણી થઈ રહી છે. તમને જણાવી દઈએ કે ચૂંટણીની ઘોષણા બાદ (22 ઓક્ટોબર) અત્યાર સુધી હિંસા સાથે જોડાયેલા 57 રાજકીય કેસ નોંધવામાં આવી ચૂક્યા છે.

English summary
Tripura civic polls today, Elections to AMC and 12 other local bodies to be held today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X