• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તેલંગાનામાં જીત બાદ KCR: ‘રાષ્ટ્રીય રાજનીતિમાં અમારી ભૂમિકા મહત્વની રહેશે'

|

તેલંગાનામાં ટીઆરએસ પ્રમુખ અને વર્તમાન મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવનો રાજ્યમાં જલ્દી વિધાનસભા ચૂંટણી કરાવવાનો દાવ સફળ સાબિત થયો છે. ટીઆરએસે વિધાનસભા ચૂંટણીમાં કુલ 119 સીટોમાં 81 પર જીત મેળવી લીધી છે અને 6 સીટો પર આગળ ચાલી રહી છે અને આ સાથે જ તે સ્પષ્ટ બહુમત સાથે ફરીથી સરકાર બનાવવા જઈ રહી છે. ટીઆરએસ સુપ્રીમો KCR હૈદરાબાદમાં પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા. KCRએ ગજવેલ વિધાનસભા સીટ પર 50 હજાર મતોથી જીત મેળવી છે.

આ પણ વાંચોઃ રાજસ્થાનઃ કોંગ્રેસની જીતના આ આંકડા જોઈને ચોંકી જશો!

ટીઆરએસ સુપ્રીમો અને તેલંગાનાના કાર્યવાહક સીએમ કે ચંદ્રશેખર રાવે કહ્યુ છે કે તે રાષ્ટ્રીય રાજનીતિમાં સક્રિય રીતે ભાગ લેશે. તેમણે કહ્યુ, 'મે બીજા રાજકીય દળો સાથે વાત કરી છે, અમે રાષ્ટ્રીય રાજનીતિમાં એક મહત્વપૂર્ણમ ભૂમિકા નિભાવવા જઈ રહ્યા છે.' વળી, ટીઆરએસ અધ્યક્ષ રાવના પુત્ર તેમજ મંત્રી કે ટી રામારાવે સિરસિલ્લામાં પોતાના પ્રતિદ્વંદી, કોંગ્રેસ ઉમેદવાર કે કે મહેન્દ્ર રેડ્ડીને 88,000 મતોના અંતરથી મ્હાત આપી.

આ પણ વાંચોઃ પહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર

રાવના ભત્રીજા અને વર્તમાન સરકારમાં મંત્રી ટી હરીશ રાવે કહ્યુ, જનતાએ અમારા નેતામાં એકવાર ફરીથી વિશ્વાસ દર્શાવ્યો છે અને તે વિપક્ષ દ્વારા ચૂંટણીમાં પ્રચારિત કરાયેલી ખોટી જાણકારી પર વિશ્વાસ નથી કરતા. ટીઆરએસના મંત્રી કે ટી રામારાવે હૈદરાબાદમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી. તેલંગાનામાં કે. ચંદ્રશેખર રાવની ટીઆરએસ, કોંગ્રેસનું ગઠબંધન અને ભાજપમાં ત્રિકોણીય મુકાબલો છે. જો કે એક્ઝિટ પોલ્સમાં ટીઆરએસનો ઘણુ આગળ બતાવવામાં આવ્યુ છે. રાજ્યની 119 વિધાનસભા સીટો માટે સાત ડિસેમ્બરે ચૂંટણી થઈ હતી અને તેમાં 73.20 ટકા મતદાન થયુ હતુ. આ ચૂંટણીમાં 1821 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.

English summary
TRS President K Chandrashekhar Rao says we are going to play a crucial role in national politics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X