For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડિઝલના વધતા ભાવોના વિરોધમાં આજે ટ્રક ચાલકોની દેશવ્યાપી હડતાળ

છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે તેને જોતા ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટે દેશવ્યાપી હડતાળનો નિર્ણય કર્યો છે.

|
Google Oneindia Gujarati News

છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે તેને જોતા ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટે દેશવ્યાપી હડતાળનો નિર્ણય કર્યો છે. દેશભરના ટ્રક ચાલકો આજે પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવોના વિરોધમાં હડતાળ પર ઉતર્યા છે. આ સાથે જ ઓલ ઈન્ડિયા કોફેડરેશન ઓફ ગુડ્ઝ વેહિકલ્સ ઓનર્સ એસોસિએશને પણ આ હડતાળમાં શામેલ થવાનો નિર્ણય લીધો છે.

truck strike

એસોસિએશન અનુસાર આજે લગભગ 50 લાખ વાહન હડતાળ પર રહેશે. તે રસ્તા પર ચાલશે નહિ. આ તમામ ટ્રક ચાલકોની માંગ છે કે પેટ્રોલિયમ પદાર્થના ભાવોને તાત્કાલિક અસરથી ઘટાડવામાં આવે. વળી, ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ હાલમાં જ 2018-19 માટે વિમાની રકમ વધારી દીધી છે. જેને 30 ટકા વધારવામાં આવી છે. ત્યારબાદ નવા પ્રીમિયમ રેટ 18, 19 અને 30 કરી દેવામાં આવ્યા છે. આ અંગે પણ ટ્રક માલિકોમાં નારાજગી છે.

ટ્રક માલિકોનું કહેવુ છે કે અમે પહેલેથી જ મોંઘા ડિઝલના કારણે પરેશાન છીએ. સાથે જ ટાયર અને સ્પેયર પાર્ટ્સના ભાવો પણ વધારવામાં આવ્યા છે. જેના કારણે ગાડીઓની જાળવણીનો ખર્ચ પણ વધી ગયો છે. આ ઉપરાંત ગાડી પર લોન અને રોડ ટેક્સ પણ ઘણો વધુ છે.

English summary
Truckers to go on strike from today to cut down fuel prices. Around 50 lac truck to go off road.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X