મોદીજીની દુનિયામાં સત્યને મિટાવી શકાય છે, મારે કહેવાનુ હતુ એ કહી દીધુ, સત્ય તો સત્ય જ રહેશેઃ રાહુલ ગાંધી

Rahul Gandhi: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે (1 જુલાઈ) અગ્નિપથ યોજના અને NEET-UG પેપર લીક સહિતના અનેક મુદ્દાઓ પર ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા. સંસદના નીચલા ગૃહમાં તેમના ભાષણ દરમિયાન, નરેન્દ્ર મોદીએ બે વખત દરમિયાનગીરી કરી જ્યારે રાહુલ ગાંધીએ શાસક પક્ષના નેતાઓ પર લોકોને સાંપ્રદાયિક ધોરણે વિભાજિત કરવાનો આરોપ મૂક્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર હિન્દુ સમુદાયને હિંસક ગણાવવા બદલ કોંગ્રેસ નેતા પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીના ભાષણના કેટલાક ભાગો રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમના ભાષણના કેટલાક અંશો ડિલીટ કરવાને લઈને પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.

modi-rahul

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, "મોદીજીની દુનિયામાં સત્ય ભૂંસી શકાય છે. પરંતુ વાસ્તવમાં સત્યને ભૂંસી શકાતું નથી. મારે જે કહેવું હતું એ મે કહી દીધુ, તે સત્ય જ છે. તેઓ જેટલુ ઈચ્છે તેટલુ હટાવે, સત્ય તો સત્ય જ રહેવાનુ છે."

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X