તો સચિન, અંબાણીને પણ તિરુપતિમાં ઉભા રહેવું પડશે લાઇનમાં!

tirupati
તિરુપતિ, 3 એપ્રિલઃ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ(ટીટીડી) ટૂંક સમયમાં વીઆઇપી દર્શનની વ્યવસ્થા ખત્મ કરવાની યોજના બનાવી રહ્યું છે. આંધ્ર પ્રદેશ સ્થિત આ વિશ્વ પ્રસિદ્ધ મંદિરમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. અહીં અત્યારસુધી એવી વ્યવસ્થા છેકે કોઇપણ વીઆઇપી આવે ત્યારે તેને લાઇનમાં ઉભા નહીં રાખીને ખાસ દર્શન કરાવવામાં આવે છે, જો કે આ લાઇનમાં ઉભેલા અન્ય શ્રદ્ધાળુઓને લાંબી પ્રતિક્ષાના રૂપમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

જો આ વીઆઇપી દર્શનની વ્યવસ્થા ખત્મ થઇ જશે તો સંભવતઃ નજીકના ભવિષ્યમાં મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર સહિત અન્ય ઘણા વીઆઇપી અને ખાસક લોકોને સામાન્ય લોકોની જેમ લાઇનમાં ઉભા રહીને ભગવાન તિરુપતિના દર્શન કરવા પડશે. હાલ અહીં મોટા ઉદ્યોગપતિ, કલાકાર, નેતા, મોટા ખેલાડી, મંત્રી, મોટા અધિકારી વિગેરેને વીઆઇપી બ્રેક દર્શનની સુવિધા મળી છે. આ સુવિધા દરમિયાન અઠવાડિયામાં ચાર વખત જરૂરિયાત અનુસાર એક કલાક માટે વીઆઇપી દર્શન કરાવવામાં આવે છે.

એ સમયે સામાન્ય શ્રદ્ધાળુઓ માટે મંદિરના દરવાજા બંધ થઇ જાય છે અને તેમને લાઇનમાં ઉભા રહી પ્રતિક્ષા કરવી પડે છે. ઘણી વખત તે એક કલાકના બદલે બે કલાકમાં પણ પરિવર્તિત થઇ જાય છે. આ સમસ્યાના હલ સ્વરૂપે એવું પણ કરી શકાય છે કે વીઆઇપી દર્શનની સુવિધા અઠવાડિયામાં એક દિવસ માટે કરવામાં આવે.

ટીટીડી ટ્રસ્ટ બોર્ડના ચેરમેન કાનુમુરી બાપીરાજૂએ કહ્યું છે કે આ પ્રકારે વીઆઇપી દર્શનની વ્યવસ્થાથી સામાન્ય લોકો પોતાની સાથે ભેદભાવપૂર્ણ વ્યવહારનો શિકાર થતા હોવાની અનુભૂતિ કરે છે. તેનાથી તેમને પરેશાની થાય છે. વીઆઇપી દર્શન ખત્મ કરવાથી વધુ સામાન્ય શ્રદ્ધાળુ પણ મંદિરમાં જઇ શકશે. ટીટીડી બોર્ડના સભ્યોએ અનૌપચારિક રીતે આ પ્રસ્તાવ એટલે કે વીઆઇપી દર્શનની સમાપ્તિને મંજૂરી પણ આપી દીધી છે. હવે અમે આગામી બેઠકમાં આ પ્રસ્તાવને ઔપચારિક રીતે પાસ કરાવવાની વ્યવસ્થા પણ કરીશું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X