For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બંગાળમાં ભાજપને ઝટકો, બંગાળી અભિનેતા બોની સેનગુપ્તાએ પાર્ટી છોડી!

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ ભારતીય જનતા પાર્ટીને એક પછી એક આંચકાનો સામનો કરવો પડી રહ્યો છે. સોમવારે બંગાળી અભિનેતા બોની સેનગુપ્તાએ ભાજપને કાયમ માટે અલવિદા કહી દીધું.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 જાન્યુઆરી : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ ભારતીય જનતા પાર્ટીને એક પછી એક આંચકાનો સામનો કરવો પડી રહ્યો છે. સોમવારે બંગાળી અભિનેતા બોની સેનગુપ્તાએ ભાજપને કાયમ માટે અલવિદા કહી દીધું.

Bonnie Sengupta

અભિનેતા બોનીએ ટ્વીટ કર્યું કે, ભાજપ સાથે આજથી મારો બીજો છેડો આવી ગયો છે. પાર્ટી વચન મુજબની પ્રતિબદ્ધતાઓ પૂરી કરવામાં નિષ્ફળ ગઈ અને મને વિકાસનું કોઈ સ્વરૂપ દેખાતું નથી, તેમણે WB અથવા બંગાળી ફિલ્મ ઉદ્યોગ માટે વચન આપ્યું હતું."

અભિનેત્રી શ્રાબંતી ચેટર્જી બાદ અભિનેતા બોની સેનગુપ્તાએ પશ્ચિમ બંગાળમાં તાજેતરના આંતરકલહને કારણે પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. વિધાનસભા ચૂંટણી સમયે ભાજપના ધારાસભ્યોની સંખ્યા 77 હતી, જે હવે ઘટીને 70 થઈ ગઈ છે. ચૂંટણી બાદથી જ બંગાળમાં ભાજપ છોડીને નેતાઓ અન્ય પાર્ટીઓમાં જોડાઈ રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે, પશ્ચિમ બંગાળમાં હાર્યા બાદ ત્યાં એક પછી મોટા નેતાઓ પાછા તૃણમુલ કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે યા તો પાર્ટી છોડી રહ્યા છે. આ ઉપરાંત યુપીમાં પણ કેટલાય મોટા નેતાઓએ પાર્ટી છોડી છે.

English summary
Tweak BJP in Bengal, Bengali actor Bonnie Sengupta leaves the party!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X