હિમાચલ પ્રદેશ: રોડ અકસ્માતમાં 12 ક્રિકેટરોના મોત

પોલીસના જણાવ્યા અનુસાર એક બોલેરો જીપ 700 મીટર ઉંડી ખીણમાં ખાબકી જતાં 12 લોકોના મોત નિપજ્યાં છે. જીપમાં સવાર લોકો ક્રિકેટ રમીને પોતાના ગામ પરત ફરી રહ્યાં હતા. પોલીસ અધિક્ષક બી એમ શર્માએ આઇએએનએસને જણાવ્યું હતું કે આ અકસ્માત રવિવારે રાત્રે સર્જાયો હતો. બધા મૃતકો 11 થી 25 વર્ષની ઉંમરના હતા જેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. ઘટનાસ્થળેથી મૃતકોના મૃતદેહને મેળવી લીધા છે.
બી એમ શર્માના જણાવ્યા અનુસાર દુર્ઘટના ચંબા જિલા મુખ્યાલયથી 80 કિલોમીટર દૂર કુઠારા પાસે સર્જાઇ હતી. મુસાફરો ભારમૌરના બડગ્રામ પંચાયતના ગામના રહેવાસી હતા. દુર્ધટનાનું કારણ જાણી શકાયું નથી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર પોલીસને ખીણમાંથી મૃતકોની લાશ કાઢવામાં ભારે જહેમત કરવી પડી હતી. ચંબા જીલ્લો હિમાચલ પ્રદેશના દૂરસ્થ વિસ્તારોમાંનો એક છે જ્યાં મોટાભાગે બસો અવરજવર ઓછી હોવાથી ખાનગી વાહનો ખચોખચ ભરેલા હોય છે.












Click it and Unblock the Notifications
