For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી 2014 : BJP માટે સકારાત્મક, કોંગ્રેસ માટે નકારાત્મક જુવાળ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 એપ્રિલ : એક રિસર્ચ સંસ્થાને 15 રાજ્યોની લોકસભા બેઠકો માટે અંદાજે 9 લાખ ટ્વિટ્સના કરેલા અભ્યાસમાં એવું તારણ બહાર આવ્યું છે કે ભાજપ માટે સકારાત્મક જ્યારે કોંગ્રેસ માટે નકારાત્મક લોકજુવાળ છે. આ વિશ્લેષણમાં જાણવા મળે છે કે લોકો રાજકીય પક્ષો માટે શું કહી રહ્યા છે અને કેવી રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે.

લોકસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન આજથી નોર્થ ઇસ્ટમાં શરૂ થઇ ગયું છે. દેશની દશા અને દિશા નક્કી કરનારી ચૂંટણી થરૂ થઇ ગઇ છે. આવા સમયે એવો પ્રશ્ન થાય કે દેશમાં એવી કઇ પાર્ટી છે જેની સાથે જનતાની લાગણીઓ સૌથી વધારે જોડાયેલી છે?

આ અંગે ટ્વિટર પર થઇ રહેલા ટ્વિટ અનુસાર જનતાની સૌથી વધારે સકારાત્મક લાગણીઓ ભાજપ સાથે સંકળાયેલી છે જ્યારે નેગેટિવ લાગણીઓ કોંગ્રેસ સાથે સંકળાયેલી છે.

અભ્યાસ અનુસાર ભાજપને 7 રાજ્યોમાં સૌથી વધારે પોઝિટિવ અને સૌથી ઓછા નકારાત્મક ભાવનાઓ મળી છે. અરવિંદ કેજરીવાલની આમઆદમીપાર્ટી એટલે કે આપને કોઇ પણ રાજ્યમાં સૌથી વધારે કે સૌથી ઓછા સેન્ટિમેન્ટ મળ્યા નથી. જ્યારે કોંગ્રેસને માત્ર એક રાજ્યમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ્સ મળ્યા છે. આ બાબતને આપ ટેબલમાં જોઇ શકો છો.

twitter-analysis

રાજકીય પાર્ટી પોઝિટિવ સેન્ટિમેન્ટ્સવાળા રાજ્યો નેગેટિવ સેન્ટિમેન્ટ્સવાળા રાજ્યો માર્જિન
ભાજપ 8 - પશ્ચિમ બંગાળ, ગુજરાત, દિલ્હી, 9 - દિલ્હી, ગુજરાત, હરિયાણા, કર્ણાટક 16.5 ટકા
હરિયાણા, કેરળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન,
ઉત્તર પ્રદેશ તમિલનાડુ, ઉત્તર પ્રદેશ

આપ 4 - આંધ્રપ્રદેશ, કર્ણાટક, પંજાબ, 3 - પશ્ચિમ બંગાળ, ઝારખંડ, મહારાષ્ટ્ર 13.61 ટકા
તમિલનાડુ

કોંગ્રેસ 2 - હિમાચલ પ્રદેશ, ઝારખંડ 3 - આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ 11.68 ટકા

ટ્વિટરીઝ દ્વારા એકત્ર કરવામાં આવેલા આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે ભાજપા પ્રત્યે લોકોના મનમાં અત્યંત સકારાત્મક વિચારો છે. જે લોકો ભાજપાને ચાહતા નથી, તેમના મનમાં પણ ભાજપ પ્રત્યે નકારાત્મક ભાવના સૌથી ઓછી છે. કોંગ્રેસ માટે વિપરીત સ્થિતિ છે. જ્યારે આપ માટે સરેરાશ સ્થિતિ છે.

English summary
Based on 900,000 tweets collected from 15 states about three major political parties (BJP, Congress and AAP), our analysis shows how people talked about and reacted to each political party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X