For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારના નિર્દેશ બાદ ભડકાઉ ટ્વિટર યુઝર્સ સામે Twitterની કાર્યવાહી, ઘણા અકાઉન્ટ કર્યા બ્લૉક

ટ્વિટરે સરકારના નિર્દેશને માનીને વાંધાજનક ટ્વિટર અકાઉન્ટને બ્લૉક કરવાનુ શરૂ કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ Twitter Blocks many accounts: કૃષિ કાયદાના વિરોધમાં દેશમાં ચાલી રહેલ આંદોલન વચ્ચે જે રીતે 26 જાન્યુઆરીએ દિલ્લીમાં હિંસા થઈ તે બાદ સરકાર તરફથી આંદોલનની આડમાં હિસા ભડકાવી રહેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કડીમાં સરકારે સોશિયલ મીડિયા દ્વારા લોકોને ભડકાવનાર લોકો સામે કાર્યવાહી કરીને ટ્વિટને 1178 ટ્વિટર અકાઉન્ટને હટાવવા માટે કહ્યુ હતુ. સરકારના આ નિર્દેશ બાદ ટ્વિટરે આવા અકાઉન્ટ સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

twitter

ટ્વિટરે સરકારના નિર્દેશને માનીને વાંધાજનક ટ્વિટર અકાઉન્ટને બ્લૉક કરવાનુ શરૂ કરી દીધુ છે. વાસ્તવમાં ટ્વિટરે પોતાની કંપનીના ઉચ્ચ અધિકારીઓની સંભવિત ધરપકડથી બચવા માટે અને કોઈ પણ પ્રકારની નાણાકીય દંડને ટાળવા માટે આ પગલુ લીધુ છે. ટ્વિટર તરફથી એક નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યુ છે કેે તે આ સમગ્ર મુદ્દે નજર રાખી રહ્યા છે અને આઈટી એક્ટની કલમ 69એ હેઠળ સરકાર તરફથી મોકલવામાં આવેલ લિસ્ટમાં ટ્વિટર અકાઉન્ટ સામે કાર્યવાહી કર રહી છે. ટ્વિટર અનુસાર અત્યાર સુધી લગભગ 709 અકાઉન્ટને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે. સૂત્રો મુજબ આમાંથી 257 ટ્વિટર હેન્ડલ એવા છે જેણે હેશટેગ #ModiPlanningFarmerGenocideનો ઉપયોગ કરીને ટ્વિટ કર્યુ હતુ.

આમાંથી 126 ટવિટર હેન્ડલ્સને પહેલા પણ બ્લૉક કરવામાં આવી ચૂક્યા છે. જો કે ટ્વિટર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે ભારતમાં કાયદા મુજબ વિચારોની સ્વતંત્રતા છે. માટે મીડિયા, પત્રકારો, એક્ટિવિસ્ટ અને નેતાઓના અકાઉન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી નથી. સાથે જ ટ્વિટર તરફથી કહેવામાં આવ્યુ છે કે અમે આગળ પણ અભિવ્યક્તિની આઝાદીની વકીલાત કરતા રહીશુ, અમે એ વાતને સુનિશ્ચિત કરવા માટે ભારતીય કાયદા મુજબ વિકલ્પની શોધ કરી રહ્યા છે. અમે ટ્વિટર પર વાતચીતનો માહોલ સારો જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે. અમે એ વાત માનીએ છીએ કે ટ્વિનો ફ્લો જળવાઈ રહેવો જોઈએ. ટ્વિટરે કહ્યુ કે અમે બે ટ્વિટર અકાઉન્ટને તરત બ્લૉક કરવા માટે કહ્યુ હતુ જેના સામે અમે કાર્યવાહી કરી અને હાલમાં તેને બ્લૉક કરી દીધુ છે.

અનીતા હંસનંદાનીએ આપ્યો દીકરાને જન્મ, પતિએ શેર કર્યો ફોટોઅનીતા હંસનંદાનીએ આપ્યો દીકરાને જન્મ, પતિએ શેર કર્યો ફોટો

English summary
Twitter block many accounts which government wanted to block.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X