For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Twitterના નવા સીઈઓ પરાગ અગ્રવાલને મળશે કેટલી સેલેરી?

પરાગની પર્સનલ લાઈફ હોય કે પ્રોફેશનલ, તેના વિશે લોકો ગૂગલ પર વિવિધ પ્રકારના સવાલો સર્ચ કરી રહ્યા છે. આમાંથી સૌથી કૉમન સવાલ તેમની સેલેરી વિશે પૂછવામાં આવ્યો છે. તો આવો જાણીએ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દુનિયાભરમાં ફરીથી એક ભારતીયના નામનો ડંકો વાગી રહ્યો છે. વિશ્વની ટૉપ કંપનીઓમાંની એક ટ્વિટરની કમાન હવે પરાગ અગ્રવાલના હાથમાં સોંપવામાં આવી છે. ટ્વિટરના સહસંસ્થાપક જેક ડૉર્સીના રાજીનામા બાદ હવે ભારતીય મૂળના અમેરિકી નાગરિક પરાગ અગ્રવાલને કંપનીના નવા સીઈઓ(મુખ્ય કાર્યકારી અધિકારી) નિયુક્ત કરવામાં આવ્યા છે. આ મોટી ઉપલબ્ધિ પર ભારતમાંથી પરાગને અઢળક શુભકામનાઓ મળી રહી છે. પરાગ અગ્રવાલ હવે એ ભારતીય સીઈઓની લિસ્ટમાં શામેલ થઈ ગયા છે જેમના હાથમાં વિશ્વની મુખ્ય કંપનીઓની કમાન છે.

દુનિયામાં વાગ્યો પરાગ અગ્રવાલનો ડંકો

દુનિયામાં વાગ્યો પરાગ અગ્રવાલનો ડંકો

સોશિયલ મીડિયા પર કદાચ જ એવુ કોઈ પ્લેટફૉર્મ બચ્યુ હશે જ્યાં પરાગ અગ્રવાલના નામની ચર્ચા ન થઈ હોય. ટ્વિટરના સીઈઓ(ચીફ એક્ઝીક્યુટીવ ઑફિસર) તરીકે પરાગ અગ્રવાલના નામની જાહેરાત બાદથી સહુ કોઈ તેમના નામની ચર્ચા કરી રહ્યુ છે. પરાગની પર્સનલ લાઈફ હોય કે પ્રોફેશનલ, તેના વિશે લોકો ગૂગલ પર વિવિધ પ્રકારના સવાલો સર્ચ કરી રહ્યા છે. આમાંથી સૌથી કૉમન સવાલ તેમની સેલેરી વિશે પૂછવામાં આવ્યો છે.

પરાગ અગ્રવાલને કેટલી સેલેરી મળશે?

પરાગ અગ્રવાલને કેટલી સેલેરી મળશે?

ગૂગલ પર પરાગ અગ્રવાલ વિશે પૂછવામાં આવ્યો એ સૌથી કૉમન સવાલ છે, ઘણા લોકો સીઈઓ તરીકે તેમની માસિક અને વાર્ષિક સેલેરી વિશે જાણવા માંગે છે. તમારા આ સવાલનો જવાબ અમે આપીએ છીએ. ટ્વિટરના પસંદ કરાયેલ નવા બૉસ એટલે કે સીઈઓ પરાગ અગ્રવાલને કંપનીની ફાઈલિંગ અનુસાર 1 મિલિયન ડૉલર વાર્ષિક વેતન મળશે. ભારતીય મુદ્રામાં આ રકમ લગભગ 7,50,54,500 રુપિયા થાય છે.

બોનસ સાથે 12.5 મિલિયન ડૉલરનો સ્ટૉક

બોનસ સાથે 12.5 મિલિયન ડૉલરનો સ્ટૉક

આ ઉપરાંત પરાગને ટ્વિટર તરફથી બોનસ સાથે પ્રતિબંધિત સ્ટૉક યુનિટ અને 12.5 મિલિયન ડૉલરની કિંમતના પ્રદર્શન આધારિત સ્ટૉક યુનિટ પણ આપવામાં આવશે. ટ્વિટરના પૂર્વ સીઈઓ જેક ડૉર્સી પણ પરાગ અગ્રવાલના પ્રશંસક રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે કંપનીને બદલવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં મદદ કરી. મીડિયા રિપોર્ટ અનુસાર પરાગે કંપનીનો કાર્યભાર સંભાળી લીધો છે.

દિગ્ગજ સીઈઓની લિસ્ટમાં શામેલ

દિગ્ગજ સીઈઓની લિસ્ટમાં શામેલ

તમને જણાવી દઈએ કે 37 વર્ષીય પરાગ અગ્રવાલે આઈઆઈટી-બૉમ્બેથી સ્નાતક કર્યુ અને પછી આગળનો અભ્યાસ અને નોકરી માટે અમેરિકા જતા રહ્યા. તેમની સેલેરીમાં દર ત્રણ મહિને વૃદ્ધિ પણ થશે જે પ્રતિબંધિત સ્ટૉક એકમોા મૂલ્ય પ્રદર્શન-આધારિત નિર્ધારિત થશે. તમને જણાવી દઈએ કે પરાગ અગ્રવાલને 29 નવેમ્બરે ટ્વિટરના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે તે માઈક્રોસૉફ્ટના સત્ય નડેલા, આલ્ફાબેટના સુંદર પિચાઈ, આઈબીએમના અરવિંદ કૃષ્ણા અને એડોબના શાંતનુ નારાયણ જેવા વૈશ્વિક આઈટી કંપનીના સીઈઓની લિસ્ટમાં શામેલ થઈ ગયા છે.

ટ્વિટર પહેલા માઈક્રોસૉફ્ટ અને યાહુમાં કામ કર્યુ

ટ્વિટર પહેલા માઈક્રોસૉફ્ટ અને યાહુમાં કામ કર્યુ

ભારતીય-અમેરિકી પરાગ અગ્રવાલે 2011માં સૉફ્ટવેર એન્જિનિયર તરીકે ટ્વિટર જૉઈન કર્યુ હતુ અને 2017માં તેમને સીટીઓ નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરાગ અગ્રવાલે આઈઆઈટી મુંબઈથી એન્જિનિયરીંગ કર્યુ છે. ત્યારબાદ તેમણે કમ્પ્યુટર સાયન્સમાં પીએચડી અમેરિકાની સ્ટેનફૉર્ડ યુનિવર્સિટીમાંથી કર્યુ. 2018માં પરાગે એડમ મેસિંગર લીધી હતી. વેબસાઈટ પર પરાગ અગ્રવાલના બાયોમાં લખ્યુ છે કે તેમણે 2011માં એક જાહેરાત એન્જિનિયર તરીકે ટ્વિટર જૉઈન કર્યુ હતુ. તેમની દેખરેખમાં ટ્વિટરની જાહેરાત સિસ્ટમનો વિસ્તાર થયો છે. ટ્વિટર જૉઈન કરતા પહેલા અગ્રવાલે માઈક્રોસૉફ્ટ રિસર્ચ અને યાહુ રિસર્ચમાં ઘણી પોઝીશન પર કામ કર્યુ છે.

દુનિયાના સૌથી અમીર વ્યક્તિએ કરી ભારતની પ્રશંસા

દુનિયાના સૌથી અમીર વ્યક્તિએ કરી ભારતની પ્રશંસા

ટ્વિટરના સીઈઓ બન્યા બાદ પરાગ અગ્રવાલને દુનિયાભરમાંથી શુભેચ્છા સંદેશ મળી રહ્યા છે. વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લાના માલિક એલન મસ્કે પણ ભારતીય મૂળના પરાગ અગ્રવાલ અને તેમની ઉપલબ્ધિની પ્રશંસા કરી. એલન મસ્કે ટ્વિટ કર્યુ, 'યુએસને ભારતીય પ્રતિભાથી ખૂબ લાભ મળે છે.' ટેસ્લાના સીઈઓ એલન મસ્કે આ ટ્વીટ સ્ટ્રાઈપના સીઈઓ પેટ્રિક કૉલિસનના ટ્વિટ પર આપ્યુ.

English summary
Twitter Nwe CEO Parag Agarwal annual salary and other benefits
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X