ઓસ્ટ્રેલિયાની બે યૂનિવર્સિટીના કેમ્પસ ગુજરાતમાં ખુલશે ધર્મેન્દ્ર પ્રધાન
ભારત પ્રવાસ પર આવેલા ઓસ્ટ્રેલિયાના શિક્ષણ મંત્રી જૈસન ક્લેયર અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વચ્ચે બુધવારે શિક્ષણ સાથે જોડાયેલ સંબંધને મજબૂતી આપવાને લઈ એક ઉચ્ચસ્તરીય બેઠક થઇ.

શિક્ષણ ક્ષેત્રમાં ભારત અને ઓસ્ટ્રેલિયાએ મોટી ભાગીદારી તરફ પગલું માંડ્યું છે. જે અંતર્ગત ઓસ્ટ્રેલિયાની બે શીર્ષ વિશ્વવિદ્યાલય જલદી જ દેશમાં પોતાના કેમ્પસ ખોલશે. જેમાં ક્યૂએસ રેંકિંગમાં 266 સ્થાન રાખનાર ડેકિન વિશ્વવિદ્યાલય અને ત્યાંના ટૉપ 10 વિશ્વવિદ્યાલયોમાં સામેલ વોલોંગોંગ વિશ્વવિદ્યાલય સામેલ છે.
જણાવી દઈએ કે બંને વિશ્વવિદ્યાલય પોતાના કેમ્પસ ગુજરાતની ગિફ્ટ સિટીમાં ખોલશે. આની સાથે જ બંને દેશ વચ્ચે ગુરુવારે શિક્ષણ સાથે જોડાયેલ દસ અન્ય સમજૂબતી પર પણ હસ્તાક્ષર થયા. જેમાં બંનેના સ્કિલ અને એકેડમિક કોર્સને માન્યતા આપવી પણ સામેલ છે.
ક્લેયર અને મંત્રી વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક મળી
ભારત પ્રવાસ પર આવેલા ઓસ્ટ્રેલિયાઇ શિક્ષણ મંત્રી જૈસન ક્લેયર અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વચ્ચે બુધવારે શિક્ષણ સાથે જોડાયેલા સંબંધોને મજબૂતી આપવાને લઈ એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ મળી હતી. જેમાં કેમ્પસ ખોલવા સહિત જોઈન્ટ ડિગ્રી કોર્સ શરૂ કરવા જેવા વગેરે મુદ્દાઓ પર લાંબી ચર્ચા થઇ.
માનવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયાના આ બંને વિશ્વવિદ્યાલયોના કેમ્પસ દેશમાં ખુલે તેની સત્તાવાર જાહેરાત આવતા અઠવાડિયા ભારત પ્રવાસ પર આવી રહેલા ઓસ્ટ્રેલિયાના પીએમ પોતાની અમદાવાદ યાત્રા દરમિયાન કરી શકે છે.












Click it and Unblock the Notifications
