For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મણિપુરમાં મુખ્યમંત્રીના રહેઠાણ પાસે વિસ્ફોટ, 2ના મોત

|
Google Oneindia Gujarati News

મણિપુર, 30 ઓક્ટોબર: મણિપુરના પશ્ચિમી ઇંફાલ જિલ્લામાં યાસકૂલ વિસ્તારમાં બુધવારે સવારે વહેલા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા બોમ્બ વિસ્ફોટમાં બે વ્યક્તિયોના મોત થયા છે જ્યારે સાત ગંભીર રીતે ઘાયલ થયા છે.

પોલીસે જણાવ્યું કે બોમ્બને સુરક્ષા દળને નિશાનો બનાવવા માટે યાસકુલ બસ સ્ટેશન પર રસ્તાના કિનારે રાખવામાં આવ્યો હતો. વિસ્ફોટ લગભગ સવારે 6 વાગ્યાને 20 મિનિટના રોજ થયો જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય 8 ઘાયલ થઇ ગયા હતા.

તેમાંથી એકનું હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું, તથા બાકીના સાત ઘાયલોની હાલત હજી નાજુક છે જેને રીઝનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં દાખલ કરાવવામાં આવ્યા છે.

manipur
વિસ્ફોટ સ્થળ મુખ્યમંત્રી ઓકરામ ઇબોબી સિંહના સરકારી રહેઠાણ તથા મણિપુર પોલીસ હેડક્વાર્ટરની બિલકૂલ નજીક એક કિમીના અંતરે છે. ઘટનાની તુરંત બાદ વરિષ્ઠ પોલીસ અધિકારી ઘટનાસ્થળ પર પહોંચી ગયા અને દોષીઓની ધરપકડ માટે સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી દીધી. પરંતુ હજી સુધી આ કેસમાં કોઇની પણ ધરપકડ કરવામાં નથી આવી.

સૂત્રોએ જણાવ્યું કે બોમ્બ સંભવિત રીતે ગઇકાલે રાત્રે ટાઇમરની સાથે લગાવવામાં આવ્યો હશે. ગઇકાલથી આ પ્રકારની આ બીજી ઘટના છે. ગઇકાલે ઇંફાલમાં એક બજારમાં થયેલા વિસ્ફોટોમાં પાંચ લોકો ઘાયલ થઇ ગયા હતા. આ વિસ્ફોટ પણ સિંહના રહેઠાણ અને રાજભવનની નજીક એક કિમી.ના અંતરે આવેલું છે.

English summary
Two persons were killed and seven others got seriously injured when a powerful bomb, allegedly planted by militants, exploded at Yaiskul area in Imphal West district of Manipur this morning, police said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X