દિલ્લીમાં મળ્યો કોરોના વાયરસનો પહેલો કેસ, તેલંગાનામાં પણ એક કેસ

કોરોના વાયરસનો પહેલો પોઝિટીવ કેસ નવી દિલ્હીમાં સામે આવ્યો છે જ્યારે બીજો કેસ તેલંગાનામાં સામે આવ્યો છે.

કોરોના વાયરસના કારણે ચીનમાં 3000 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ચીન બાદ દક્ષિણ કોરિયા, ઈરાન, મલેશિયા અને અમેરિકામાં કોરોના વાયરસથી મોતો થઈ છે. આ દરમિયાન ભારતમાં પણ કોરોના વાયરસના બે નવા કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસનો પહેલો પોઝિટીવ કેસ નવી દિલ્હીમાં સામે આવ્યો છે જ્યારે બીજો કેસ તેલંગાનામાં સામે આવ્યો છે.

Coronavirus

આરોગ્ય વિભાગનુ કહેવુ છે કે બંને દર્દીઓની સ્થિતિ સ્થિર છે અને ડૉક્ટરોની ટીમ તેમનુ નિરીક્ષણ કરી રહી છે. આ પહેલા રવિવારે મુંબઈ એરપોર્ટ પર કોરોના વાયરસ (કોવિડ-19)ના એક શંકાસ્પદ દર્દીની ખબર પડી હતી. તેની તપાસ કરવામાં આવી રહી છે. શનિવારે મહારાષ્ટ્ર સરકારે એક નિવેદનમાં કહ્યુ હતુ કે 105 લોકોનો ઉપચાર (ક્વેરનટાઈન) આપ્યા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે જ્યારે 4 લોકોને હજુ પણ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.

કોરોના વાયરસના કારણે ભારતની આયાત પર બહુ ખરાબ અસર પડી છે. ભારતની કુલ આયાતના 50 ટકાથી વધઉની સપ્લાય એકલા ચીનથી થાય છે જે હવે બાધિત થઈ ચૂકી છે. સ્થિતિ એ છે કે સરકાર હવે કપડા, સૂટકેસ, એન્ટીબાયોટિક્સ, વિટામિન્સ, કીટનાશકો જેવી 1050 આઈટમોને બીજા દેશોમાંથી આયાતના વિકલ્પો શોધી રહી છે.

ચીન અને સાઉથ કોરિયા બાદ ઈટલી અને ફ્રાંસમાં પણ કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. રવિવારે ફ્રાંસના જાણીતા લોવેરે મ્યુઝિયમને બંધ રાખવામાં આવ્યુ. ચીનના વુહાનથી નીકળેલો આ વાયરસ હવે પશ્ચિમી યુરોપને પોતાના કબ્જામાં લેતો જઈ રહ્યો છે. એ વાતનો ડર છે કે યુરોપના જે ભાગમાં સૌથી વધુ ટુરિસ્ટસ્ટ દર વર્ષે પહોંચે છે હવે એ પર્યટકોને ઘટતી સંખ્યાનો સામનો કરવો પડશે. કોરોના વાયરસ હવે દુનિયાના 60 દેશો સુધી પહોંચી ચૂક્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X