બહેનોએ સંપત્તિમાં ભાગ માંગ્યો તો ભાઇ કરી તેમની ધાતકી હત્યા

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં અપરાધો ઓછા થવાનું નામ નથી લેતા. લખનઉ ધીરે ધીરે પ્રદેશની અપરાધોની રાજધાની બની રહ્યો છે. ત્યારે હાલમાં જ લખનઉમાં બે સગી બહેનાનું ગળું કાપીને હત્યા કરવામાં આવી.

લખનઉના બંથરામાં રતૌલી ગામમાં બે સગી બહેનોની હત્યા એટલા માટે થઇ કારણ કે તેમણે તેમના ભાઇઓથી સંપત્તિમાં ભાગ માંગવાના પોતાના અધિકારની વાત કરી હતી.

મૃત બહેનોની માંનું કહેવું છે કે ત્રણ ગુંડાઓએ ઘરમાં ધુસીને પુત્રીની હત્યા કરી છે. દિકરીઓના પિતા રામ ખેલાવનને બે પુત્ર છે અને બે પુત્રીઓ. જેમાંથી સૌથી મોટી પુત્રી રેખાના લગ્ન થઇ ગયા છે તો 19 વર્ષીય સવિતા અવિવાહિત છે.

uttar pradesh

પ્રાથમિક તપાસમાં પોલિસની સામે જે કારણ સામે આવી રહ્યું છે તે મુજબ બન્ને ભાઇએ સંપત્તિના કારણે જ બહેનોની હત્યા કરાવી હોય તેવું લાગે છે તેમ છતાં પોલિસે શબોને પોસ્ટમાર્ટમમાં મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.

મૃત દિકરીઓની માંના કહેવા મુજબ ત્રણ અજાણ્યા લોકોએ મોડી રાતે બે વાગે જબરદસ્તીથી ઘરમાં ધૂસી આવ્યા. અને બહેનોની હત્યા કરી દીધી. બૂમો પડવાના કારણે જ્યારે પોલિસ આવ્યા ત્યારે આ બદમાશો છત કૂદીને ભાગી ગયા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X