Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

1984 રમખાણ કેસને ફરી ખોલવા મુદ્દે ટાઇટલરની દિલ્હી હાઇકોર્ટમાં અપીલ

jagdish-tytler
નવી દિલ્હી, 30 મે : દિલ્હીમાં વિશેષ ટ્રાયલ કોર્ટે કોંગ્રેસી નેતા જગદીશ ટાઇટલર વિરુદ્ધ આપેલા ચૂકાદાને પડકારવા હવે જગદીશ ટાઇટલરે દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. ટ્રાયલ કોર્ટે પોતાના ચૂકાદામાં 1984ના સિખ વિરોધી રમખાણ કેસમાં જગદીશ ટાઇટલર સામેના કેલ ફરીથી ખોલવાનો આદેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે 10 એપ્રિલ, 2013ના રોજ ટ્રાયલ કોર્ટે સીબીઆઇની ક્લોઝર રિપોર્ટ કે જગદીશ ટાઇટલર સામે કોઇ પુરાવા નથીની અવગણના કરીને ટાઇટલર સામેનો કેસ ફરી ખોલવા માટે આદેશ આપ્યો હતો. આ ચૂકાદા સામે જગદીશ ટાઇટલરે દિલ્હી હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી છે.
આ અપીલમાં કહેવામાં આવ્યું છે કે 'ટ્રાયલ કોર્ટનો આદેશ ક્રિમિનલ પ્રોસિજર કોડ સાથે વિરોધાભાસ સર્જે છે. કોઇ પણ કેસમાં તપાસ પદ્ધતિ અને તપાસની રીત કઇ અપનાવવી તે કોઇ પણ તપાસ એજન્સીનો વિશેષાધિકાર છે. કોર્ટને તપાસ એજન્સીને નિર્દેશ આપવાનો કોઇ અધિકાર નથી કે કયા સાક્ષીની તપાસ કરવી જોઇએ.'

લગભગ 29 વર્ષ જુના 1984ના સિખ વિરોધી રમખાણ કેસ મુદ્દે ટાઇટલરે ટ્રાયલ કોર્ટનો આદેશ નકારી કાઢવા માટે અપીલ કરી છે. આ અપીલ પર શુક્રવારે સુનવણી કરવામાં આવે એવી શક્યતા છે. ટ્રાયલ કોર્ટે 10 એપ્રિલના રોજ આપેલો ચૂકાદો એક રમખાણ પીડિત દ્વારા કરવામાં આવેલી પુન:તપાસની અરજીને ધ્યાનમાં લઇને કરવામાં આવ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X