For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ ત્રાલની ધરપકડ, UAEએ ભારતને સોંપ્યો

પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ ત્રાલની ધરપકડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ યૂએઈએ જૈશ એ મોહમ્મદના આતંકી નિસાર તાંત્રેને ભારતને સોંપી દીધો છે. તાંત્રે, વર્ષ 2017માં જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કેમ્પમાં થયેલ આતંકી હુમલામાં વૉન્ટેડ હતો. આ વર્ષે સીઆરપીએફના પાંચ જવાન શહીદ થઈ ગયા હતા. તાંત્રે હુમલાનો મુખ્ય ષડયંત્રકાર હતો. રાષ્ટ્રીય તપાસ એજન્સી તરફથી આ વાતની જાણકારી આપવાાં આવી છે. ભારતના અનુરોધ પર તાંત્રેને યૂએઈની ઑથોરિટીઝે કસ્ટડીમાં લીધો હતો.

terrorist

31 માર્ચે આવ્યો ભારત

તાંત્રેને 31 માર્ચના રોજ ભારતીય એજન્સીઓના હવાલે કરી દેવામાં આવ્યો છે. થોડા અઠવાડિયા પહેલા જ તાંત્રે એજન્સીઓથી બચી યૂએઈ ભાગી ગયો હતો. ડિસેમ્બર 2017માં પુલવામાના લેતપોરમાં જૈશના આતંકીઓએ સીઆરપીએફ કેમ્પોને નિશાન બનાવ્યા હતા. એનઆઈએએ અગાઉ ફેબ્રુઆરીમાં એનઆઈએએ લેતપોર જૈશના ઓપરેટિવની ધરપકડ કરી હતી. આ આતંકીએ હુમલા માટે આતંકવાદીઓને હુમલા માટે સામાન ઉપલબ્ધ કરાવ્યો હતો. તાંત્રેનું ભારતને પ્રત્યર્પણ એ વાતનું પણ મોટું ઉદાહરણ છે કે ભારતના પશ્ચિમી એશિયાના દેશો ખાસ કરીને સાઉદી અરબ અને યૂએઈ સાથે સુરક્ષા સહયોગ કેટલી તેજીથી વધી રહ્યા છે.

31 ડિસેમ્બર 2017ના રોજ કેમ્પને નિશાન બનાવ્યો હતો

એનઆઈએ સૂત્રોએ જણાવ્યું કે તાંત્રેને રવિવારે એક સ્પેશિયલ એરક્રાફ્ટથી દુબઈથી ભારત લાવવામાં આવ્યો. અહીં પર તેને દિલ્હી એરપોર્ટ પર પકડવામાં આવ્યો. નિસાર તાંત્રે, ડિસેમ્બર 2017થી જ ફરાર હતો. 31 ડિસેમ્બરની રાત્રે લગભગ 2 વાગ્યે જૈશના ત્રણ આતંકવાદીઓએ સીઆરપીએફના કેમ્પ પર હુમલો કર્યો હતો. ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ સીઆરપીએફના લેતપોરા સ્થિત 185મી બટાલિયનના કેમ્પ પર પહેલા ગ્રેનેડ ફેંક્યા અને પછી કેમ્પની અંદર દાખલ થઈ ગયા. એનઆઈએ મુજબ નિસારની ધરપકડ માટે વોરન્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. એનઆઈએએ તાંત્રેને લેતપોરા હુમલાનો મુખ્ય ષડયંત્રકાર ગણાવ્યો છે.

આ પણ વાંચો- પેઈડ ન્યૂઝ ચેનલો પર વાહવાહી લૂંટવી બંધ કરી દો મોદીજી: શત્રુઘ્ન સિન્હા

English summary
UAE deports Jaish terrorist Nisar Tantray wanted for 2017 CRPF camp attack in Pulwama, Jammu Kashmir, Nationa Investigation Agency (NIA) has confirmed the news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X