
ઉદ્ધવ ઠાકરે શિવસેના અધ્યક્ષ, આદિત્યને મળશે મોટી જવાબદારી
આ પહેલા ઠાકરેએ એક નજીકના અને પાર્ટી પદાધિકારીએ જણાવ્યું હતું કે શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ તરીકે હાલ કામકાજ સંભાળી રહ્યા છે, ઉદ્ધવ આજે પાર્ટી અધ્યક્ષ તરીકે પસંદગી પામશે. ઉદ્ધવને શિવસેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા પછી પણ દિવંગત સંસ્થાપક બાળાસાહેબ ઠાકરે શિવસેના 'પ્રમુખ' તરીકે કહેવાશે.
તેમણે કહ્યું, ઉદ્ધવ પહેલા જ કહીં ચૂક્યા છે કે પાર્ટી પ્રમુખ બાળ ઠાકરે જ રહેશે. નોંધનીય છે કે ગયા મહિને પાર્ટી મુખપત્ર સામનામાં આપેલા ઇન્ટરવ્યુમાં ઉદ્ધવે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે શિવસેના પ્રમુખ બાળ ઠાકરેનું સ્થાન કોઇ નહીં લઇ શકે. તેમણે કહ્યું હતું કે, બાળ ઠાકરે પાર્ટીના પ્રમુખ રહેશે.
ઉદ્ઘવ ઠાકરેને અધ્યક્ષ બનાવવાની સાથે શિવસેનાના રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યા. તેમાથી સૌથી મહત્વપૂર્ણ પ્રસ્તાવ રા યુવા સેનાના અધ્યક્ષ અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેના પાર્ટીની મુખ્ય ધારા સાથે જોડવાનું છે. શિવસેના ઇચ્છે છે કે, તેમની ઓળખ એખ યુવા પાર્ટી તરીકે બની રહે. જેમ બાળા સાહેબની એક બુમ પર હજારો યુવા શિવસૈનિકો દોડી આવતા હતા તેથી આદિત્ય પાર્ટીને યુવાઓનું નેતૃત્વ કરે.