For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉજ્જૈનઃ સહકારી અધિકારીના ઘરે લોકાયુક્તના દરોડા, 15 લાખ કેશ મળી

ઉજ્જૈનઃ સહકારી અધિકારીના ઘરે લોકાયુક્તના દરોડા, 15 લાખ કેશ મળી

|
Google Oneindia Gujarati News

ઉજ્જૈનઃ મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં સહકારી અધિકારી નિર્મલ રાયના ઘર અને ફાર્મ હાઉસ પર લોકાયુક્તના દરોડા પડ્યા. દરોડા દરમિયાન નિર્મલ રાયના ઘરેથી 15 લાખની રોકડ એક કાર, ચાર બાઈક અને પ્રોપર્ટીના દસ્તાવેજો મળી આવ્યા છે. જણાવી દઈએ કે સહકારી નિરીક્ષક નિર્મલ રાયના સેઠી નગર સ્થિત ઘરે 12મી ફેબ્રુઆરીએ બુધવારે સવારે દરોડા પડ્યા.

raid

નિર્મલ રાય ભરતપુરી સ્થિત સહાકરિતા વિભાગમાં ફરજ પર છે. તેમની પાસે બે કરોડની કિંમતના પાંચ ફ્લેટ પણ છે. તેઓ કેટલીય સોસાયટિઓમાં સભ્ય છે. બેંકમાં બે લૉકરની જાણકારી પણ મળી છે. લોકાયુક્ત પોલીસ હવે આ બંને લૉકરને ખોલી તેમાં રાખેલી ચીજોની જાણકારી લેશે. આની સાથે જ તેમના બેંક અકાઉન્ટની જાણકારી પણ લેવામાં આવશે. તેમના સેઠી નગર સ્થિત ઘર અને ફાર્મ હાશઉમાં લોકાયુક્ત પોલીસની કાર્યવાહી ચાલુ છે, જેમાં અન્ય ચીજો પણ સામે આવી શકે છે.

લોકાયુક્તના ડીએસપીએ જણાવ્યું કે નિર્મલ રાય સહકારિતા નિરીક્ષકની સાથોસાથ સહકારિતા પ્રબંધકના રૂપમાં પણ કામ કરી રહ્યા હતા. નિર્મલ રાય વિરુદ્ધ સતત ફરિયાદ મળી રહી હતી જેથી સરકારે કાર્યવાહીનો ફેસલો લીધો. હાલ લોકાયુક્તની ટીમ મુજબ મોડી સાંજ સુધી તપાસ ચાલશે, જે બાદ જેમ જેમ દસ્તાવેજ મળતા જશે તેમ તેમ નિર્મલ રાયની કાળી કમાણીનો પતો લાગતો જશે.

અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ લેશે મુખ્યમંત્રી પદના શપથ, રામલીલા મેદાનમાં થશે સમારંભઅરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ લેશે મુખ્યમંત્રી પદના શપથ, રામલીલા મેદાનમાં થશે સમારંભ

English summary
Ujjain: Lokayukta raids, 15 lakh cash was found in the house of a cooperative officer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X