BSP સાંસદે બંધૂકના નાળચે મહીલા પર કર્યો બળાત્કાર, કેસ દાખલ

નવી દિલ્હી, 14 નવેમ્બર: બીએસપી સાંસદ ધનંજય સિંહની મુશ્કેલીઓ વધી ગઇ છે. સાંસદના ફ્લૈટમાં નોકરાણીની હત્યા બાદ તેમની પર હવે નવો અને સંગીન આરોપ લાગ્યો છે. નોકરાણીના મર્ડર કેસમાં ફસાયેલા બીએસપીના વિવાદીત સાંસદ ધનંજય સિંહ પર દિલ્હીની એક મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે.

મહિલાએ આરોપ લગાવતા પોલીસમાં નિવેદન આપ્યું છે કે ધનંજય સિંહે બંધૂક બતાવીને તેની પર બળાત્કાર કર્યો. મહિલાની ફરિયાદ બાદ સાંસદ ધનંજય સિંહની વિરુદ્ધ બળાત્કાર અને ધમકી આપવાની ફરિયાદ નોંધવામાં આવી છે.

dhananjay singh
ઉત્તર પ્રદેશના જૌનપુરથી બીએસપીના સાંસદ ધનંજય સિંહ અને તેમની પત્ની જાગૃતિ સિંહ પહેલાથી જ નોકરાણીની હત્યાના મામલે જેલમાં બંધ છે. પોતાની ફરિયાદમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે ધનંજય સિંહે તેની સાથે જુલાઇ 2005થી માર્ચ 2009 સુધી રિવોલ્વરના નાળચે દુષ્કર્મ આચર્યું. ત્યારબાદથી તેના પરિવારને અને તેને ધમકી મળતી રહી કે જો તેણે આ અંગે કોઇને જણાવ્યું તો સારું નહી થાય.

એટલું જ નહીં જ્યારે તેણે હિમ્મત કરીને પોલીસમાં આ સાંસદની વિરુધ્ધ ફરિયાદ કરવા ગઇ તો તેને રસ્તામાં કારથી ટક્કર મારી દીધી. ત્યારપછીથી તે ઘણી ગભરાયેલી છે. જ્યારે તે ઘરેલુ નોકરાણીની હત્યા મામલામાં સાંસદ ધનંજય સિંહની જેલમાં હોવાની ખબર સાંભળી તો તેણે હિમ્મત કરીને પોલીસમાં પોતાની ફરિયાદ નોંધાવી દીધી. પોલીસમાં મહિલાની ફરિયાદ બાદ બીએસપી સાંસદ ધનંજય સિંહ સામે બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X