• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

#Union Budget 2016 : સામાન્ય બજેટની તમામ અપટેડ

|

નાણાં પ્રધાન અરુણ જેટલી લોકસભામાં ત્રીજું સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. શરૂઆતમાં વિપક્ષે સ્મૃતિ ઇરાનીના મુદ્દો થોડી નારેબાજી અને વિરોધ પ્રદર્શન કર્યું. જેથી નિયત સમયે 11 વાગ્યાના કરતા 11:5 નાણાં પ્રધાન તેમનું બજેટ ભાષણ શરૂ કર્યું. નોંધનીય છે કે બજેટને રજૂ કરતા પહેલા ઔપચારિકતાને ધ્યાનમાં રાખતા નાણાં પ્રધાન અરુણ જેટલી રાષ્ટ્રપતિને તેમના નિવાસ સ્થાને મળ્યા હતા. અને તે બાદ કેબિનેટ મીટીંગમાં પણ કેબિનેટે બજેટ મંજૂર કરવા પરવાનગી આપી હતી.

ત્યારે અરુણ જેટલીના આ યુનિયન બજેટ 2016ની તમામ મહત્વની અપડેટ ગુજરાતીમાં જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અમે તમને આ બજેટ પર આધારિત તમામ માહિતી સંક્ષિપ્તમાં જણાવતા રહીશું. તો આ સામાન્ય બજેટમાં લોકોને શું મળ્યું અને શું નહીં તે વિષે જણવા માટે વાંચો નીચેના પોઇન્ટ....

વૈશ્વિક અર્થતંત્ર છે ગંભીર સમસ્યા

વૈશ્વિક અર્થતંત્ર છે ગંભીર સમસ્યા

નાણાં પ્રધાન અરુણ જેટલી તેમના ભાષણની શરૂઆત વૈશ્વિક અર્થતંત્રની મુશ્કેલીને વર્ણવતા અને તે સાથે ભારતીય અર્થતંત્ર કેવી મજબૂતી આગળ વધી રહ્યું તે જણાવતા કહ્યું કે "અમે પડકારોને તકમાં ફેરવી છે"

નબળા વર્ગમાં ત્રણ યોજનાઓ

નબળા વર્ગમાં ત્રણ યોજનાઓ

અરુણ જેટલીએ નબળા વર્ગ માટે ત્રણ યોજનાઓની જાહેરાત કરી છે. વધુમાં પે-પેનલ અને ડિફેન્સ પેન્શનથી નાણાંકીય વર્ષ 2016-17માં ખર્ચ વધશે તેવી સ્પષ્ટતા કરી છે.

ખેડૂતો માટે આ

ખેડૂતો માટે આ

અરુણ જેટલીએ કહ્યું કે 2016-17માં ખેતી, ગ્રામ અને ઇન્ફા પર અમે ખર્ચ વધારીશું. 5 વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવાનો અમારો લક્ષ્ય છે. કૃષિ સેક્ટર માટે તેમણે 35900 કરોડ રૂપિયાની ફાળવણી કરે છે. 412 કરોડ રૂપિયા સજીવ ખેતી માટે ફાળવવામાં આવશે.

જીએસટી

જીએસટી

જીએસટી અને બેકરપ્સી કોડને લાગુ કરવા માટે સરકાર આ પ્રયત્નો કરશે તેવું અરુણ જેટલીએ જણાવ્યું હતું.

ખેડૂતોને લાહણી

ખેડૂતોને લાહણી

આવતા નાણાંકીય વર્ષના અંત સુધીમાં 23 સિંચાઇ પ્રોજેક્ટ સરકાર પૂરા કરશે. વળી 12 રાજ્યમાં નવા ઇ મેર્કેટ પ્લાનમાં સામેલ થવા માટે એપીએમસી એક્ટમાં સંશોધન થશે. 2016-17માં ગ્રામ સડક માટે 19000 કરોડ ફાળવાશે. દાળ ઉત્પાદન માટે 622 જિલ્લાને 500 કરોડ ફાળવવામાં આવશે. એગ્રીન લોનના ઇન્ટરેસ્ટ સબવેશન માટે 15000 કરોડ. માર્ચ 2017 સુધી સોઇલ હેલ્થ કાર્ડ 14 કરોડ ખેડૂતો સુધી પહોંચશે. સિચાંઇ યોજના માટે 20000 કરોડ રૂપિયાનું નાબાર્ડ ફંડ.

પશુપાલન અને ગ્રામ પંચાયત

પશુપાલન અને ગ્રામ પંચાયત

ગ્રામ પંચાયતોને 80 લાખ રૂપિયા વધારે મળશે. અને પશુધન હાટના નામે ઇ-પોર્ટલ ખોલવામાં આવશે. મનરેગા સ્ક્રીમ માટે 38500 કરોડ રૂપિયાની ફાણવળી.

ગામડામાં વિજળી માટે

ગામડામાં વિજળી માટે

ગામડામાં વિજળી માટે 8500 કરોડ રૂપિયાની ફાળવણી. ગ્રામીણ વિકાસ માટે 87765 કરોડની ફાણવણી. 1 મે 2018 સુધીમાં તમામ ગામડામાં વિજળી લાવવાનો સરકારનો ટાર્ગેટ છે જે હેઠળ આ પગલાં લેવામાં આવશે.

ડેરી ઉદ્યોગ

ડેરી ઉદ્યોગ

ડેરી ઉદ્યોગ માટે ચાર યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ ન્યૂ પંચાયત સ્કીમ માટે પણ 650 કરોડ ફાળવવામાં આવ્યા છે.

75 લાખ લોકો સબસીડી છોડી

75 લાખ લોકો સબસીડી છોડી

1 કરોડ પચાસ લાખ ગરીબ પરિવારની મહિલાઓને કુકિંગ ગેસ કનેક્શન આપવામાં આવશે. બીપીએલના 5 કરોડ પરિવારોને આ સુવિધા આપવામાં આવશે.

ગામડામાં કમ્પ્યૂટર

ગામડામાં કમ્પ્યૂટર

ડિજિટલ સાક્ષરતા અભિયાન હેઠળ 3 વર્ષમાં ગ્રામીણ લોકોને કમ્પ્યૂટર શિક્ષા આપવામાં આવશે. સ્વચ્છ ભારત અભિયાન માટે પણ 9 હજાર કરોડ ફાળવાશે.

હેલ્થ પ્રોટેક્શન સ્કીમ

હેલ્થ પ્રોટેક્શન સ્કીમ

અચાનક આવતી બિમારીઓ માટે હેલ્થ પ્રોટેક્શન સ્કીમ લોન્ચ કરાઇ. જે હેઠળ 1 લાખ રૂપિયાનું કવરેજ આપવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો માટે 1 લાખ 45 હજાર રૂપિયાનું કવર. નેશનલ ડાયલિસસિસ સર્વિસ પ્રોગામની પણ જાહેરાત કરાઇ.

એરપોર્ટ અને પોર્ટ

એરપોર્ટ અને પોર્ટ

નવી ગ્રીન ફિલ્ડ પોર્ટ બનાવવામાં આવશે. જે માટે 800 કરોડ રૂપિયા આપવામાં આવશે. 160 એરપોર્ટ અને વાયુપટ્ટી છે જેમાંથી કેટલાક એરપોર્ટ અને હવાઇ પટ્ટીને વિકસિત કરવામાં આવશે.

નવી નોકરીની તકો અને રોજગાર

નવી નોકરીની તકો અને રોજગાર

1. નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ખોલવામાં આવશે જેને રાજ્યના રોજગાર કાર્યાલય સાથે જોડાશે.

2. નવી નોકરીઓના સર્જન માટે સરકાર ઇપીએફ 8.33 ટકાના દરે પહેલા ત્રણ વર્ષ સુધી પીએફ આપશે. જે માટે 10000 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે.

3 1500 મલ્ટી સ્કિલ ટ્રેનિંગ સંસ્થાઓ માટે 17000 કરોડની ફાણવણી. આ હેઠળ 1 કરોડ લોકોનું સ્કિલ ડેવલપમેન્ટ કરાશે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ

1.8300 કિલોમીટર રસ્તા બનાવવા માટે 1 લાક કરોડ લાગવાના હતા. તેના 85 ટકા પ્રોજેક્ટ પૂરા થઇ ગયા છે.

2. 2015માં સૌથી વધુ મોટર વ્હીકલનું નિર્માણ ભારતમાં થયું.

3. 55000 કરોડ રૂપિયા હાઇવે અને રસ્તા બનાવવામાં લાગ્યા.

4. ગ્રામીણ રસ્તામાં કુલ 97000 કરોડનું રોકણ થયું.

5. 10 હજાર કિલોમીટર હાઇવે બનાવાશે.

6. રેલ્વે કેપિટલ રોકાણ હેઠળ રોડ અને રેલ માટે કુલ 2 લાખ 18000 કરોડ ફાળવવાળા.

7. 50 હજાર રાજ્ય હાઇવે બનાવાશે અને તેનું રાષ્ટ્રીય રાજમાર્ગમાં અપગ્રેડેશન થશે.

8.પરમિટ રાજ પૂર્ણ કરવામાં આવશે અને મોટર વ્હિકલ એક્ટમાં પણ મહત્વપૂર્ણ બદલાવ કરવામાં આવશે.

બાબા સાહેબ આંબેડકર વર્ષ

બાબા સાહેબ આંબેડકર વર્ષ

અરુણ જેટલીએ કહ્યું કે આ વર્ષ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જયંતી વર્ષ તરીકે ઉજવાઇ રહ્યું છે જે કારણે પછાત વર્ગોને વિશેય યોજનાઓ આપવામાં આવશે. એસસી-એસટી માટે સ્ટેન્ડ અપ ઇન્ડિયા સ્કીમ હેઠળ 500 કરોડ ફાળવવામાં આવ્યા છે.

300 દવા કેન્દ્ર

300 દવા કેન્દ્ર

પીએમ ઔષધિ યોજના હેઠળ 3000 દવા કેન્દ્ર ખોલવામાં આવશે.

શું મોધું શું સસ્તુ

શું મોધું શું સસ્તુ

1 રેફ્રિજરેટર ઉત્પાદનોની ડ્યૂટી 5 ટકા ઓછી કરાશે જેથી ફ્રિઝ ફૂડ સસ્તુ થશે.

2. પેંશન સ્કીમથી જોડાયેલી સુવિધાઓ પર સર્વિસ ટેક્સ ઓછા.

3. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પહેલી વાર ઘર ખરીદનારને ટેક્સમાં 50 હજાર રૂપિયાની છૂટ. પણ તે 50 લાખથી વધુ કિંમતનો ના હોવો જોઇએ.

4. અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમમાં સેવા ટેક્સમાં રાહત આપવામાં આવશે.

5. રેડી મિક્સ કોન્ક્રીટનો પ્રયોગ કરનારને કસ્ટમ ડ્યૂટીમાં છૂટ અપાશે.

6. જેટલા વધારે પૈસાદાર એટલો વધુ ટેક્સ આપવો પડશે.

મકાન

મકાન

જે લોકોને પોતાનું કોઇ મકાન નથી તેમના ભાડા માટે 60 હજાર પ્રતિ વર્ષની છૂટ મળશે. નાના દેવાદારને રાહત અપાશે. ન્યૂનતમ ઇંકમ ટેક્સ સ્લેબમાં કોઇ બદલાવ નહીં. 5 લાખ થી 87 એ અંતર્ગત 3000 રૂપિયાની છૂટ.

એક ભારત શ્રેષ્ઠ ભારત

એક ભારત શ્રેષ્ઠ ભારત

એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન લોન્ચ કરાશે જે હેઠળ અલગ અલગ રાજ્યની સંસ્કૃતિને જોડવામાં આવશે.

બેંકિંગ ક્ષેત્ર અને વીમો

બેંકિંગ ક્ષેત્ર અને વીમો

બેકિંગ ક્ષેત્ર માટે મોટી ધનરાશિ ફાળવવામાં આવશે. પ્રધાનમંત્રી યોજના હેઠળ 1.80 લાખ કરોડની ફાળવણી. જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ હવે સ્ટોક એક્સચેન્ઝની સૂચીમાં આવશે.

આધાર નંબર

આધાર નંબર

લોકોના પૈસા લોકો સુધી પહોંચે તે માટે આ ઉપાયો કરાશે

1. ટાર્ગેટ ડિલિવરી માટે આધાર નંબરનો પ્રયોગ

2. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફરના આધાર પર ખાદ્ય માટે ડીબીટી યોજના શરૂ કરાશે.

3. યોગ્ય ભાવ પર ઉત્પાદ આપતી દુકાનો ખોલાશે.

નાની દુકાનો

નાની દુકાનો

નાની દુકાનોને અઠવાડિયાના 7 દિવસ ખુલ્લી રહેવાની છૂટ આપવામાં આવશે. તે તેમની મરજી સાતેય દિવસ દુકાન ખુલ્લી રાખી શકે છે.

ભાષણ સમાપ્ત

ભાષણ સમાપ્ત

આ સાથે નાણાં પ્રધાન અરુણ જેટલીએ તેમનું ભાષણ સમાપ્ત કર્યું હતું. જ્યાં એક બાજુ આ ભાષણને બીજેપીએ તાળી વાળીને વધાવ્યું હતું. ત્યાં વિપક્ષે નારેબાજી કરી તેનો વિરોધ કર્યો હતો.

શું મોધું શું સસ્તુ

શું મોધું શું સસ્તુ

1. 10 લાખથી વધુ આવકવાળા પર 12ની જગ્યાએ 15 ટકા સરચાર્જ આપવાનો રહેશે.

2. હિરા અને રત્નોથી બનેલી ઝ્વેલરી પર સર્વિસ ટેક્સ વધારાશે. બ્રાંન્ડેડ ગાર્મેટ પર ડ્યૂટી આપવી પડશે.

3. તંમાકૂ ઉત્પાદનો પર એક્સાઇઝ ડ્યૂટી વધશે. બીડી છોડી બાકી તમામ તંબાકુ ઉત્પાદન મોંધા થશે.

4.પેનકાર્ડ નથી તો ટીડીએસ વધુ આપવું પડશે. વળી પેનકાર્ડ ગ્રાહકોને ટીડીએસમાં છૂટ

ટેક્સ ચોરી

ટેક્સ ચોરી

ટેક્સ ચોરી કરનારને પકડવા માટે પાયલોટ પરિયોજનાઓ લોન્ચ. નાની નાની કર ચોરી પર નજર રખાશે. 1 જૂનથી 30 સપ્ટેમ્બર વચ્ચે સરકાર દ્વારા ખોલાતી ઓપન વિંડો હેઠળ તમે તે આવકનું વિવરણ આપી શકો છો જેને ક્યાંય નોંધવામાં નથી આવી.

English summary
Read Live news updates of Union Budget 2016, which will be presented by Finance Minister Arun Jaitely in Parliament. Union Budget news in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more