For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Union Budget 2022 : કર્મચારીઓનો પગાર બમણો થશે! બજેટમાં ફિટમેન્ટ ફેક્ટર વધી શકે છે

કર્મચારીઓને ફરી એકવાર સારા સમાચાર મળી શકે છે. પહેલા મોંઘવારી ભથ્થુ પછી એચઆરએ અને ટીએ પ્રમોશન મેળવ્યા બાદ હવે નવા વર્ષમાં ફરીથી ભેટ મળી શકે છે. સરકાર કર્મચારીઓના પગારમાં ફરી વધારો કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

Union Budget 2022 : કર્મચારીઓને ફરી એકવાર સારા સમાચાર મળી શકે છે. પહેલા મોંઘવારી ભથ્થુ પછી એચઆરએ અને ટીએ પ્રમોશન મેળવ્યા બાદ હવે નવા વર્ષમાં ફરીથી ભેટ મળી શકે છે. સરકાર કર્મચારીઓના પગારમાં ફરી વધારો કરી શકે છે. આજે બજેટમાં ફિટમેન્ટ ફેક્ટર વધારવાની જાહેરાત થઈ શકે છે. ફિટમેન્ટમાં વધારા સાથે કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ વેતનમાં પણ વધારો થશે.

વિચારી રહી છે સરકાર

વિચારી રહી છે સરકાર

વાસ્તવમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓની તેમના ફિટમેન્ટ ફેક્ટરને 2.57 ટકાથી વધારીને 3.68 ટકા કરવાની લાંબા સમયથી માગ કરવામાં આવી રહી છે.

આજે રજૂ થનારા બજેટમાં ફિટમેન્ટ ફેક્ટરની જાહેરાત થઈ શકે છે. જે બાદ કર્મચારીઓના લઘુત્તમ પગારમાં પણ વધારો થશે.

કેટલો વધશે પગાર

કેટલો વધશે પગાર

જો ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી મળશે, તો કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થશે. વાસ્તવમાં ફિટમેન્ટ ફેક્ટર વધારવાથી લઘુત્તમ વેતનમાં પણ વધારો થશે.

હાલમાંકર્મચારીઓને 2.57 ટકાના ફિટમેન્ટ ફેક્ટરના આધારે વેતન મળે છે. હવે તેને વધારીને 3.68 ટકા કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

જો આમ થશે તોકર્મચારીઓના લઘુત્તમ પગારમાં 8 હજાર રૂપિયાનો વધારો થશે. એટલે કે, અત્યાર સુધી મળતો પગાર 18000 રૂપિયા વધીને 26000 રૂપિયા થઈ જશે.

ફિટમેન્ટ ફેક્ટરમાં 3 ગણો વધારો કરવા પર ભાર

ફિટમેન્ટ ફેક્ટરમાં 3 ગણો વધારો કરવા પર ભાર

સરકાર 7મા પગાર પંચની ભલામણો લાગૂ કરવા માગે છે, પરંતુ લઘુત્તમ પગાર વધારવાના પક્ષમાં નથી. સરકાર ફિટમેન્ટ ફેક્ટરમાં 3 ગણો વધારો કરી શકે છે.

ફિટમેન્ટ ફેક્ટરમાં વધારા સાથે કર્મચારીઓનો બેઝિક પગાર 18000 રૂપિયાથી વધીને 21000 રૂપિયા થઈ જશે. કેબિનેટ સચિવ સાથે કર્મચારી સંઘની બેઠકમાં પણ તેમનેઆશ્વાસન મળ્યું હતું.

સૂત્રોનું માનીએ તો સરકાર હવે ફિટમેન્ટ ફેક્ટર પર વધુ ધ્યાન આપી રહી છે.

English summary
Union Budget 2022 : Employees' salaries will double! The fitment factor in the budget may increase.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X