Union budget 2024: ઘરેલુ પર્યટનને મળશે પ્રોત્સાહન, લક્ષદ્વીપ સહિત ટાપુઓ માટે પરિયોજનાઓ શરૂ કરાશે
Union budget 2024: મોદી સરકાર દ્વારા દેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત વચગાળાના બજેટમાં ડોમેસ્ટિક ટૂરિઝમ વધારવા પર ફોકસ કરવામાં આવ્યું છે. મોદી સરકાર લક્ષદ્વીપ અને અન્ય ટાપુઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા માટે પ્રોજેક્ટ શરૂ કરશે.
વચગાળાના બજેટમાં લક્ષદ્વીપ સહિત દેશના દરિયાકિનારાને બંદર માર્ગો દ્વારા જોડવાની જાહેરાત કરવામાં આવી છે. નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, લક્ષદ્વીપ અને અન્ય ટાપુઓમાં પ્રવાસન માળખાને પ્રોત્સાહન આપવામાં આવશે.
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે લક્ષદ્વીપ સહિતના અમારા ટાપુઓ પર પોર્ટ કનેક્ટિવિટી, પર્યટન માળખાકીય સુવિધાઓ માટેના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળશે - નાણાં મંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું હતું કે, રેલવે-સમુદ્ર માર્ગને પણ જોડવા પર ભાર મૂકવામાં આવશે. પ્રવાસન કેન્દ્રોના વિકાસને વેગ આપશે. પ્રવાસન ક્ષેત્રે વિકાસ ઝડપી બની રહ્યો છે. આ સાથે પ્રવાસન ક્ષેત્રમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 11 ટકા વધુ ખર્ચ કરવામાં આવશે.
3 મુખ્ય આર્થિક રેલવે કોરિડોર - નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, ત્રણ મોટા આર્થિક રેલવે કોરિડોર લાગુ કરવામાં આવશે, આ છે - 1) એનર્જી, મિનરલ અને સિમેન્ટ કોરિડોર, 2) પોર્ટ કનેક્ટિવિટી કોરિડોર, 3) હાઇ ટ્રાફિક ડેન્સિટી કોરિડોર. આ માટે પીએમ ગતિશક્તિ હેઠળ મલ્ટિમોડલ કનેક્ટિવિટી સક્ષમ કરવા માટે પ્રોજેક્ટ્સ ઓળખવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
