બજેટ 2018 નાના-મોટા લોકોનું રોકાણ છીનવે છે: કોંગ્રેસ

Written By:
Subscribe to Oneindia News

મોદી સરકાનું છેલ્લું પૂર્ણ બજેટ રજૂ થઇ ગયું છે, એ પછી તમામ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોએ આ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો છે. નાણાં મંત્રી અરુણ જેટલીએ બજેટ રજૂ કરતાં કહ્યું કે, અમે રબીના પાક પર એમએસપી દોઢ ગણી વધારી છે. તો બીજી બાજુ ખેડૂતોના પ્રતિનિધિઓનો આરોપ છે કે, અમારી લાગત રકમ ઘટાડવામાં આવી છે, આથી એમએસપી દોઢ ગણું વધારવાની વાત ખોખલી છે. મોદી સરકારના આ બજેટ પર કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ કહ્યું કે, સરકારે ખેડૂતો માટે માત્ર વાતો કરી છે, કોઇ કામ નથી કર્યું. પછાત વર્ગ માટે પણ સરકારે કંઇ નથી કર્યું.

manish tewari

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું...

કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આ બજેટમાં નાના-મોટા લોકો પાસે જે પણ રોકાણ છે એ સરકાર છીનવી રહી છે. આનાથી બજારમાં જે બૂસ્ટ હતું એ ઘટી જશે. ત્રણ વર્ષથી જે બોલી રહ્યા હતા એ જ ફરી બોલ્યા. કહ્યું હતું કે એમએસપી વધારશે, ના વધ્યું, કહ્યું હતું કે ખેડૂતોની આવક બમણી થશે, ના થઇ. પ્રાથમિક શાળા અને સર્વ શિક્ષા અભિયાન માટે બજેટની ફાળવણી અપેક્ષા અનુસાર નથી.

English summary
Union budget reaction of many leaders and parties after it is tabled. Nitish Kumar congratulates Modi government.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.