3 સપ્ટે.ના રોજ થશે મંત્રીમંડળ વિસ્તરણ, નવા મંત્રીઓ લેશે શપથ

Written By:
Subscribe to Oneindia News

કેન્દ્રની મોદી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ રવિવાર એટલે કે 3 સપ્ટેમ્બર, 2017ના રોજ થશે. ઉપલબ્ધ માહિતી અનુસાર, રવિવારે કેબિનેટમાં ફેરબદલ, વિસ્તરણ અને શપથ સમારોહ પણ આયોજીત કરવામાં આવશે. જુલાઇ માસથી મોદી સરકારના મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તારની ખબરો આવી રહી છે. હવે આખરે આ માટેની તારીખ સામે આવી છે. 3 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગે કેબિનેટ વિસ્તરણ થશે. કેબિટનેટ ફેરબદલની એકદમ પહેલાં જ 6 કેન્દ્રિય મંત્રીઓએ રાજીનામું આપ્યા બાદ હવે તેમની જગ્યા કોણ લેશે એની ચર્ચા શરૂ થઇ ગઇ છે.

Union Cabinet re-shuffle

રાજીવ પ્રતાપ રૂડી, ફગ્ગન સિંહ કુલસ્તે, કલરાજ મિશ્રા, નિર્મલા સીતારમણ, સંજીવ બલિયાન અને ઉમા ભારતીએ પોતાના રાજીનામાં રજૂ કર્યાં હતા. હવે પીએમ મોદીના મંત્રીમંડળમાં કોને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવશે, એની પર સૌની નજર છે. હાલમાં થયેલ રેલ્વે અકસ્માતો બાદ રેલ્વે મંત્રી સુરેશ પ્રભુએ પણ પોતાનું રાજીનામું રજૂ કર્યું હતું. નવા મંત્રીમંડળમાં રેલ્વેની જવાબદારી પરિવહન મંત્રી નિતિન ગડકરીને સોંપવામાં આવે એવી શક્યતાઓ છે. બીજી બાજુ, બિહારમાં મહાગઠબંધનની સરકાર તૂટ્યા બાદ નીતીશ કુમારે ભાજપ સાથે મળીને સરકાર બનાવી છે. આ પછી જદયુના કેટલાક સાંસદ પણ કેબિનેટમાં જોડાય એવી શક્યતા છે.

English summary
Union Cabinet re-shuffle, expansion & swearing-in ceremony of newly inducted ministers on 3rd Sept: Official Sources.
Please Wait while comments are loading...