For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રિયમંત્રી અશ્વિની ચૌબેનો હુરિયો બોલાવી ખેડૂતોએ ભગાડ્યા, જાણો શું છે પુરો મામલો?

બિહારના બક્સરમાં થર્મલ પાવર પ્લાન્ટ માટે અધિગ્રહણ કરાયેલી જમીનના વળતમ માટે આંદોલન કરી રહેલા ખેડૂતોએ અશ્વિની ચૌબેને ભગાડયા હતા.

By Desk
|
Google Oneindia Gujarati News

બક્સર : કેન્દ્રિયમંત્રી અશ્વિની ચૌબેને ખેડૂતોના ગુસ્સાનો ભોગ બનવુ પડ્યુ છે. સામે આવી રહેલી વિગતો અનુસાર, બિહારના બક્સરમાં થર્મલ પાવર પ્લાન્ટ માટે અધિગ્રહણ કરાયેલી જમીનના વળતમ માટે આંદોલન કરી રહેલા ખેડૂતોએ અશ્વિની ચૌબેને ભગાડયા હતા. અશ્વિની ચૌબે બનારપુર મેદાનમાં ખેડૂતોને સંબોધિત કરી રહ્યા હતા તે દરમિયાન ખેડૂતો વિફર્યા હતા અને હુરીયો બોલાવ્યો હતો.

Ashwini Chaubey

ખેડૂતોએ નારેબાજી કરીને કેન્દ્રિયમંત્રીનો હુરિયો બોલાવ્યો હતો અને કેટલાક ખેડૂતોએ તો તેમના પર પથ્થરો પણ ચલાવ્યા હતા. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.

અહીં તમને જણાવી દઈએ કે, ગઈકાલે થર્મલ પાવર પ્લાન્ટ પાસે પ્રદર્શન દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. અહીંના ખેડૂતોનો આરોપ છે કે, તેઓ છેલ્લા 85 દિવસથી પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ કોઈ જવાબ નથી મળ્યો. આ દરમિયાન વિરોધ રોકવ માટે આવેલી પોલીસે કેટલાક ખેડૂતોના ઘરોમાં ઘુસીને મહિલાઓને માર માર્યો હતો. સ્થિતી બગડતા પોલીસે ફાયરિંગ કર્યુ હોવાના પણ અહેવાલ હતા. આ દરમિયાન રાજનીતિ પણ ગરમાઈ હતી.

આ ઘટનાથી ખેડૂતોમાં રોષ હતો અને તે રોષનો ભોગ અશ્વિની ચૌબેને બનવુ પડ્યું હતુ. ખેડૂતો તેમને 10 મિનિટ સુધી સાંભળતા રહ્યા અને ધીરજ ખુટતા મંત્રીનો હુરિયો બોલાવી ભગાડ્યા હતા. અશ્વિની ચૌબેએ પણ વિરોધ વધતા ભાગવામાં જ ભલાઈ સમજી હતી.

English summary
Union Minister Ashwini Chaube's hooray was called and the farmers chased away
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X