G. Kishan Reddy Hospitalised: કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીની તબીયત બગડી છે, છોતીમાં દુખાવાની ફરિયાદ બાદ ભરત
Gkishn Reddy Hospitalised: કેન્દ્રીય સંસ્કૃતિક અને પ્રવાસન મંત્રી જી કિશન રેડ્ડીની રવિવારે તબીયત અચાનક બગડી હતી. ત્યાર બાદ તેમને એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ થઇ રહી હતી. ત્યાર બાદ તેમને રાત અંદાજે 10 :50 વાગ્યાની આસપાસ હોસ્પિટલ લાવામાં આવ્યા હતા. જી કિશન રેડ્ડને કાર્ડયો ન્યોરો સેન્ટરના કાર્ડિયક કેયર યૂનિટમાં એડમીટ કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઇએ કે, શનિવારે રેડ્ડીએ સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર ગંગા પુષ્કરલા યાતરા પુરી કાશી અયોધયા ભારત ગૌરવ ટ્રેનને લીલી ઝંડી દેખાડી હતી. આ પહેલા ગુરુવારે પહેલી વૈશ્વીક પર્યનટન ઇન્વેસ્ટમેન્ટ સમેલન પહેલા રેડ્ડીએ યાત્રા અને પર્યટન ઉદ્યોગમાં હિતધારકો વચ્ચે જાગરુક્તા લાવવા માટે એક રોડ-શોમાં શામેલ થયા હતા. આ દરમિયાન તેણે પર્યનટન ઉદ્યોગમાં સ્ટાર્ટઅપ અને કંપનીઓ માટે ઇન્વેસ્ટમેન્ટના અપાર અવસર હોવાનું વાત કરી હતી. રવિવારે રાત અચાનક જ તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમ લઇ જવામાં આવ્યા હતા.
કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીને સીસીયુ માં એડમીટ કરવામાં આવ્યા છે. જ્યાં તેમનો ઇલાજ ચાલી રહ્યો છે. આ સિવાય તેમની તબિયતને લઇને અન્ય કોઇ જાણકારી નથી મળી.












Click it and Unblock the Notifications
