For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભાની ચૂંટણી બાદ સ્થિર સરકારની શક્યતા ઓછીઃ જયંત સિન્હા

લોકસભાની ચૂંટણી બાદ સ્થિર સરકારની શક્યતા ઓછીઃ જયંત સિન્હા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાએ કહ્યું કે આ વાતની ભારે સંભાવના છે કે આગામી લોકસભા ચૂંટણી બાદ દેશને સંભવતઃ એક મજબૂત અને સ્થિર સરકાર નહિ મળી શકે. તેમણે કહ્યું કે દેશમાં બદલાવ આવ્યો છે અને હવે પ્રાથમિકતા એ છે કે જે બદલાવ આવ્યો છે તેના વિશે લોકોને જણાવવાનું છે. જયંત સિન્હાએ મુંબઈમાં CNBC-TV18ને ભારત બિઝનેસ લીડરશિપ અવોર્ડ્સ દરમિયાન આ વાત કહી છે.

jayant sinha

નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જયંત સિન્હાએ કહ્યું કે જો આપણે એવી સ્થિતિમાં પહોંચી જઈએ કે જ્યાં આપણે મજબૂત અને સ્થિર સરકાર નથી મળતી, આ અંગેની મને ભારે સંભાવના લાગી રહી છે, તો મારું માનવું છે કે આગળ ચાલીને આ ભારત માટે સારી સ્થિતિ નહિં હોય. તેમણે કહ્યું કે, "આપણા માટે એ લક્ષ્ય હોવો જોઈએ કે આપણે લોકોને બદલાવ વિશે જાણકારી આપીએ. એ સુનિશ્ચિત કરીએ કે લોકો એ સમજી શકે કે અમે શું કર્યું અને બાદમાં કે જોખમ થઈ શકે છે."

જયંત સિન્હાનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે ભાજપને પાછલા મહિને સંપન્ન થયેલ વિધાનસભા ચૂંટણી દરમિયાન ત્રણ મોટા રાજ્ય મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં હારનો સામનો કરવો પડ્યો. ત્રણેય રાજ્યોમાં ભાજપની સરકાર હતી, જેમાં મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ 15 વર્ષ સત્તામાં રહ્યું હતું. જો કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો અને કોંગ્રેસ ત્રણેય રાજ્યોમાં સત્તા પર આવી.

આ પણ વાંચો- માર્ચના પહેલા અઠવાડિયામાં થઈ શકે લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત

English summary
Union Minister Jayant Sinha says Unstable Government Likely After Lok Sabha Polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X