ગોવાના ટૂરિઝમ મંત્રીએ કહ્યું; 'પબ કલ્ચર' પ્રતિબંધ લાગવો જોઇએ

શ્રીપદ નાઇકે કહ્યું કે આપણે તે વાત નક્કી કરવી પડશે કે આપણી સંસ્કૃતિ માટે શું સારું છે. શ્રીપદ નાઇકે કહ્યું કે પબ કલ્ચરને પ્રોત્સાહન દેશહિતમાં નથી. તે ગોવાના પરિવહન મંત્રી સુદીન ધવલીકરના નિવેદન પર પ્રતિક્રિયા આપી રહ્યાં હતા. ધવલીકરે કહ્યું હતું કે ગોવામાં મહિલાઓનું શોર્ટ સ્કર્ટ પહેરીને પબમાં જવું અને બીચ પર બિકની પહેરવા પર પ્રતિબંધ લાદવો જોઇએ. જો કે શ્રીપદ નાઇકે કહ્યું કે ધવલીકરે જે કંઇપણ કહ્યું કે તે તેમના વિચાર છે.
કેન્દ્રિય મંત્રીના આ નિવેદન પર રાજકિય દળોએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે ભાજપ સંસ્કૃતિના નામ પર લોકો પર પોતાની વિચારસણી થોપવા ઇચ્છે છે. કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યું કે લોકો મનોરંજન માટે જ્યાં જવા માંગે તે તેમની વ્યક્તિગત આઝાદી છે. જો કે તેમણે દારૂના વિરૂદ્ધ સમજી વિચારીને કાયદો બનાવવાની વકાલત કરી. એનસીપીએ કહ્યું કે સંસ્કૃતિ હાંકીને શિખવાડવામાં આવતી નથી, આ લોકોની ચોઇસનો મુદ્દો છે. આ મુદ્દે ભાજપનું કહેવું છે કે આ ત્યાંના લોકો નક્કી કરે કે શું કરવું યોગ્ય હશે.












Click it and Unblock the Notifications
