
અનલૉક-2માં ચાલુ થઈ શકે છે આંતરરાષ્ટ્રીય ઉડાનો, 30 જૂન સુધી જારી થશે દિશા-નિર્દેશ
દેશભરમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના સંક્રમણને રોકવા માટે માર્ચના છેલ્લા સપ્તાહમાં દેશવ્યાપી લૉકડાઉન લગાવવામાં આવ્યુ હતુ. જેમાં રેલ, ઉડાન સહિત ઘણા પ્રકારની પરિવહન સેવાઓ પર રોક લગાવવામાં આવી હતી. 25 માર્ચથી લઈને 31 મે 2020 સુધી દેશવ્યાપી લૉકડાઉન લાગી રહ્યુ. ત્યારબાદ એક જૂનથી કેન્દ્ર સરકારે લૉકડાઉનમાં ઢીલ આપવાની શરૂ કરી. આને અનલૉક-1નુ નામ આપવામાં આવ્યુ હતુ. જો કે આ દરમિયાન પણ મેટ્રો ટ્રેનથી લઈને આંતરરાષ્ટ્રીય ઉડાન સેવા પણ પ્રતિબંધિત રહી. હવે માનવામાં આવી રહ્યુ છે કે અનલૉક-2માં સરકાર થોડી વધુ ઢીલ આપવા પર વિચાર કરી રહી છે.
દેશમાં ઘરેલુ ઉડાન શરૂ કર્યા બાદ હવે સરકાર આંતરરાષ્ટ્રીય ઉડાન સેવા વિશે પણ જલ્દી નિર્ણય લઈ શકે છે. રિપોર્ટ્સની માનીએ તો સરકાર 30 જૂન સુધી આંતરરાષ્ટ્રીય ઉડાન સેવા વિશે નવા દિશા-નિર્દેશ જારી કરી શકે છે. જે હેઠળ સરકાર અમુક માર્ગો પર ઉડાન સેવાની છૂટ આપી શકે છે. લેટેસ્ટ રિપોર્ટ્સના અનુસાર નવી દિલ્લી-ન્યૂયોર્ક અને મુંબઈ-ન્યૂયોર્કના માર્ગો પર વિમાનની મંજૂરી આપી શકાય છે. આનો અર્થ એ કે આંતરરાષ્ટ્રીય ઉડાન સેવા શરૂ કરવાનો નિર્ણય અનલૉક-2માં લેવામાં આવી શકાય છે.
આ પહેલા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરી પણ એ કહી ચૂક્યા છે કે આંતરરાષ્ટ્રીય ઉડાન વિશે કેન્દ્ર સરકાર જુલાઈ સુધી નિર્ણય લઈ શકે છે. આ સાથે જ એ પણ કહેવામાં આવી રહ્યુ છે કે ગલ્ફ દેશોમાંથી પણ ઉડાનોને મંજૂરી આપવામાં આવી શકે છે. પરંતુ સ્કૂલ-કોલેજો અને મેટ્રો સેવાને ફરીથી શરૂ કરવાનુ મુશ્કેલ લાગી રહ્યો છે. આવુ એટલા માટે કારણકે આના માટે હજુ પણ ઘણા રાજ્ય સરકારો તૈયાર નથી.
અનલૉક-1માં સરકારે ધાર્મિક સ્થળો, રેસ્ટોરાં, હોટલ અને મૉલ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ રાતે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી બધા પ્રકારની ગતિવિધિઓ પર રોક છે. વળી, ધાર્મિક સ્થળ અને મૉલ વગેરે કન્ટેનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં જ ખોલવાની અનુમતિ આપવાામાં આવી છે. આ ઉપરાંત મેટ્રો સેવા, સિનેમા હૉલ, જિમ અને સ્વીમિંગ પૂલ વગેરેને મહામારીની સ્થિતિને જોઈને ખોલવામાં આવશે. ત્યાં સુધી આ બંધ જ રહેશે.
યુપીના 16, બિહારના 13 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના, દિલ્લીમાં ઓરેન્જ એલર્ટ