For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશભરમાં આજે Unlock 2ની શરૂઆત, જાણો જરૂરી વાતો

દેશભરમાં આજે Unlock 2ની શરૂઆત, જાણો જરૂરી વાતો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આજે પહેલી જુલાઇથી દેશમાં અનલૉક 2 (Unlock 2)ની શરૂઆત થઇ ચૂકી છે. આજથી તમારી આસપાસ કેટલીય ચીજો બદલાઇ જશે. સરકારે અનલૉક 2ને લઇ પહેલેથી જ ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. લોકોને આ ગાઇડલાઇન્સનું સખ્તાઇથી પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. સરકારે પોતાના દિશાનિર્દેશોમાં કેટલીક ચીજો ખોલવાનો આદેશ આપ્યો તો કેટલીક ચીજોને 31 જુલાઇ સુધી બંધ રાખવાના નિર્દેશ આપ્યા છે. નાઇટ કર્ફ્યૂને લઇને પણ નિર્દેશ જાહેર કરવામા આવ્યા છે, જે વિશે જાણવું જરૂરી છે.

દેશમાં આજે અનલૉક 2ની શરૂઆત

દેશમાં આજે અનલૉક 2ની શરૂઆત

સરકારે અનલૉક 2 માટે દિશા નિર્દેશો જાહેર કરી દીધા છે. ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરવામા આવેલા નિર્દેશો મુજબ સરકારે 31 જુલાઇ સુધી દેશભરમાં તમામ શૈક્ષણિક સસ્થાન, મેટ્રો રેલવે સેવાઓષ સિનેમાઘર અને જિમ બંધ રાખવાના નિર્દેશ આપ્યા છે. ગૃહ મંત્રાલયે આજેથી શરૂ થઇ રહેલ અનલૉક 2ને લઇ વ્યાપક દિશા નિર્દેશ જાહેર કર્યા છે જે 31 જુલાઇ સુધી ચાલશે.

31 જુલાઇ સુધી શું બંધ રહેશે

31 જુલાઇ સુધી શું બંધ રહેશે

અનલૉક 2 અંતર્ગત જાહેર દિશા નિર્દેશો મુજબ 31 જુલાઇ સુધી દેશમાં તમામ સરકારી અને ખાનગી સ્કૂલો, કોલેજો અને કોચિંગ સંસ્થાનો બંધ રાખવામા આવશે. ડિસ્ટેન્સ લર્નિંગ અને ઓનલાઇન અભ્યાસ ચાલુ રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના ટ્રેનિગ ઇન્સ્ટિટ્યૂટ 15 જુલાઇથી શરૂ કરવામા આવી શકે છે. આના માટે પણ સરકાર એસઓપી જાહેર કરશે. 31 જુલાઇ સુધી મેટ્રો રેલ, સિનેમાઘર, જિમ, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, થિયેટર, બાર, ઑડિટોરિયમ, સેમ્બલી હોલ બધ રહેશે. સરકારે સામાજિક, રાજનૈતિક, રમત ગમત, મનોરંજન, શિક્ષણ, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોને હજી મંજૂરી નથી આપી. સરકારે ઘરેલૂ અન આંતરરાષ્ટ્રીય યાત્રી ઉડાણોને સીમિત રાખઈ છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટથી યાત્રા પર પ્રતિબંધ રહેશે.

નાઇટ કર્ફ્યૂમાં બદલાવ

નાઇટ કર્ફ્યૂમાં બદલાવ

સરકારે આજથી નાઇટ કર્ફ્યૂમાં બદલાવ કર્યો છે. રાતે 10 વાગ્યેથી સવારે 5 વાગ્યા સુધી લોકો બહાર નહિ નીકળી શકે. જો કે ઇમરજન્સી સેવાઓની છૂટ રહેશે. શિફ્ટમાં કામ કરે છે તેવા લોકોને પણ છૂટ આપવામા આવી છે. જ્યાર બસ, ટ્રેન અને પ્લેનથી ઉતર્યા બાદ લોકોને પોતાના ઘરે જવાની મંજૂરી રહેશે. નાઇટ કર્ફ્યૂનું સખ્તાઇથી પાલન કરાવવા માટે સ્થાનિક પ્રશાસન પોતાના સ્તર પર કલમ 144 લલગાવી શકે છે.

અનલૉક 2માં કેવાની છૂટ મળી

અનલૉક 2માં કેવાની છૂટ મળી

  • અનલૉક 2માં કેન્દ્ર અને રાજ્ય સરકારના ટ્રેનિંગ સંસ્થાન 15 જુલાઇથી ખુલી શકશે.
  • જ્યારે આજથી અલગ અલગ વિસ્તારોના હિસાબે દુકાનો પર એક સમયમાં 5થી વધુ લોકોને એન્ટ્રી નહિ મળે.
  • નાઇટ કર્ફ્યૂમાં એક કલાકની વધુ ઢીલ આપવામા આવી છે.
  • લગ્નમાં 50 અને અંતિમ સસ્કારમાં 20 લોકોને સામેલ થવાની છૂટ મળી છે.

ગરીબો અને ખેડૂતોના ખાતામાં સીધા પૈસા નાખ્યા, પીએમ મોદીએ નવી ઘોષણા પણ કરીગરીબો અને ખેડૂતોના ખાતામાં સીધા પૈસા નાખ્યા, પીએમ મોદીએ નવી ઘોષણા પણ કરી

English summary
Unlock 2 started across the country today, know essentials things
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X