For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે પર બસ સાથે ટ્રેક્ટર ટ્રોલી ટકરાતા 5ના મોત, 30થી વધુ ઘાયલ

ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં શનિવારે સવારે લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે પર ભીષણ દૂર્ઘટના બની ગઈ.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં શનિવારે સવારે લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે પર ભીષણ દૂર્ઘટના બની ગઈ. આ દૂર્ઘટનામાં 5 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 30થી વધુ લોકો ઘાયલ છે. ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરી દેવામાં આવ્યા છે. ઘાયલોમાં ચારની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ ઝડપથી આવી રહેલ બસ અને ટ્રેક્ટર ટ્રોલીની ટક્કર થઈ ગઈ જેમાં 5 લોકોના સ્થળ પર જ મોત નીપજ્યા છે.

accident

પ્રારંભિક માહિતી મુજબ ઉન્નાવના બાંગમઉમાં આ દૂર્ઘટના એ વખતે બની જ્યારે વૉલ્વો અને ટ્રેક્ટર ટ્રોલી અથડાઈ ગયા. મળતી માહિતી મુજબ ટક્કર બાદ વૉલ્વો પલટી ગઈ જેમાં 5 લોકોના મોત નીપજ્યા છે. આ દૂર્ઘટનામાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યા છે. આ દૂર્ઘટનામાં ઘાયલ 4 લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. દૂર્ઘટના બાદ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળ પર પહોંચી ગયા ત્યારબાદ આની સૂચના પોલિસને આપવામાં આવી.

આ પણ વાંચોઃ પહેલી પ્રેસ કોન્ફ્રેન્સમાં સવાલ-જવાબ કર્યા વિના જ મોદી પરત ફર્યા, રાહુલે કર્યા પ્રહારઆ પણ વાંચોઃ પહેલી પ્રેસ કોન્ફ્રેન્સમાં સવાલ-જવાબ કર્યા વિના જ મોદી પરત ફર્યા, રાહુલે કર્યા પ્રહાર

English summary
Unnao: bus rammed into a tractor trolley on Lucknow-Agra expressway, several dead
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X