ઉન્નાવ: બીજેપી વિધાયકે કહ્યું કે રેપના દિવસે કાનપુરમાં હતા

ઉન્નાવ ગેંગરેપ આરોપી ભારતીય જનતા પાર્ટી વિધાયક કુલદીપ સિંહ સેંગર ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જયારે પીડિતા સાથે બળાત્કાર થયો ત્યારે તેઓ કાનપુરમાં હતા.

ઉન્નાવ ગેંગરેપ આરોપી ભારતીય જનતા પાર્ટી વિધાયક કુલદીપ સિંહ સેંગર ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જયારે પીડિતા સાથે બળાત્કાર થયો ત્યારે તેઓ કાનપુરમાં હતા. હાલમાં ભારતીય જનતા પાર્ટી વિધાયક કુલદીપ સિંહ સેંગર સીબીઆઈ કસ્ટડીમાં છે. ધરપકડ દરમિયાન કરવામાં આવેલી પૂછપરછ માં તેમને જણાવ્યું કે 4 જૂન 2017 દરમિયાન તેઓ કાનપુર શહેરમાં એક જન્મદિવસ સમારંભમાં હાજરી આપવા માટે ગયા હતા.

ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગરની સીબીઆઈ ઘ્વારા ઉન્નાવ રેપ કેસમાં ધરપકડ કરી લેવામાં આવી છે. કુલદીપ સિંહ સેંગરની ધરપકડ અંગે યુપી સરકાર પર ઘણું દબાવ હતું. પરંતુ આખરે મામલો સીબીઆઈ પાસે પહોંચ્યો અને તેમને કુલદીપ સિંહ સેંગરની ધરપકડ કરી લીધી છે.

કાનપુર માં હતા

કાનપુર માં હતા

પૂછપરછ દરમિયાન વિધાયકે જણાવ્યું કે બળાત્કાર સમયે 4 જૂન 2017 દરમિયાન તેઓ કાનપુર સમારંભમાં હતા. તેની વીડિયો ફૂટેજ પણ તેઓ જોઈ શકે છે. તેમની સુરક્ષામાં લાગેલા પોલીસ સુરક્ષાકર્મીઓ અને તેમના સેલફોન રેકોર્ડ પણ ચેક કરી શકો છો. તેમને જણાવ્યું કે એક મિત્રના ઘરે જન્મદિવસમાં ભાગ લેવા માટે તેઓ કાનપુર ગયા હતા.

શશી ઘ્વારા પણ દાવો કરવામાં આવ્યો

શશી ઘ્વારા પણ દાવો કરવામાં આવ્યો

સીબીઆઈ સૂત્રો ઘ્વારા જણાવવામાં આવ્યું કે શશી ઘ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે કે બળાત્કારના દિવસે તેઓ પોતાના પતિ સાથે કાનપુરમાં હતા. આ મામલામાં ફરિયાદકર્તા ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે શશી તેમના ઘરે જ હતી જયારે વિધાયકે તેની દીકરીનો બળાત્કાર કર્યો.

આ ધારાઓમાં કેસ નોંધાયો છે

આ ધારાઓમાં કેસ નોંધાયો છે

વિધાયક પર બળાત્કારનો આરોપ છે. શરૂઆતમાં ભારતીય જનતા પાર્ટી વિધાયક કુલદીપ સિંહ સેંગર પર એફઆઈઆર નોંધવામાં આવી ના હતી. પરંતુ મીડિયામાં આખો મામલો આવ્યા પછી એસઆઈટી બનાવવામાં આવી. એસઆઈટી રિપોર્ટ પછી વિધાયક પર ધારા 363, 366, 376, 506 અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

યુપી સરકાર પર સવાલ ઉભા થયા

યુપી સરકાર પર સવાલ ઉભા થયા

ધ્યાન આપવા જેવી બાબત છે કે છેલ્લા ઘણા મહિનાથી આ મામલો યુપી સરકાર પાસે હતો. પરંતુ આરોપી ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગરની ધરપકડ તો ખુબ જ દૂરની વાત છે સરકાર તેની પુછપરછ પણ કરતી ના હતી. ત્યારપછી આ મામલો સીબીઆઈ ને સોંપવામાં આવ્યો. સીબીઆઈ ઘ્વારા થોડા જ કલાકોમાં સેંગરની ધરપકડ કરી લેવામાં આવી. જેના કારણે યોગી સરકાર પર સવાલ ઉભા થવા લાગ્યા.

પુરાવા નથી - યોગી સરકાર

પુરાવા નથી - યોગી સરકાર

રિપોર્ટમાં યુપી સરકાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે વિધાયક કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ કોઈ પણ પુરાવા નથી. પરંતુ જાંચમાં કોઈ પણ પુરાવા વિધાયક વિરુદ્ધ મળશે તો તેઓ ચોક્કસ કાર્યવાહી કરશે. ગેંગરેપ પીડિતાના પિતાની પોલીસ કસ્ટડીમાં મૌત થયી ત્યારપછી આ મામલો વધુ ઉંચકાયો. યોગી સરકારે ઉતાવળમાં જાંચ કરવા માટે એસઆઈટી નું ગઠન કર્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X