For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉન્નાવ ગેંગરેપ : રેકોર્ડ્સ મુજબ શું ઘટના સમયે યુવતી સગીર નહતી?

ગેંગરેપ કેસમાં સીબીઆઇ તે વાતની તપાસ કરી રહી છે કે જ્યારે આ બનાવ બન્યો ત્યારે યુવતી સગીર હતી કે નહીં? જાણો આ અંગે વધુ અહીં.

|
Google Oneindia Gujarati News

ઉન્નાવ ગેંગરેપ કેસમાં હવે એક નવો વળાંક આવ્યું છે. નવી માહિતી મુજબ સીબીઆઇ તે વાતની તપાસ કરી રહી છે કે જ્યારે આ બનાવ બન્યો ત્યારે યુવતી સગીર હતી કે નહીં? મેડિકલ રિપોર્ટ મુજબ પીડિતા 18 વર્ષની હતી. જો કે આ કેસમાં જો યુવતી સગીર નહીં હોય તો યૌન અપરાધોમાં બાળકોના સંરક્ષણ સંબંધિ કાયદો પોક્સો તેના પરથી હટાવી લેવામાં આવશે. તપાસ એજન્સી હાલ યુવતીની શાળાના દસ્તાવેજોને ચકાસવા પ્રયાસ કરી રહી છે. કારણ કે પીડિતા ખાલી 7 ધોરણ સુધી જ ભણી છે. અંગ્રેજી છાપા Indian Expressમાં છપાયેલી ખબર મુજબ જો છોકરી સગીર નહીં હોય તો આ કેસમાં પોસ્કોનો કાયદો નીકળી જશે. સીબીઆઇના એક અધિકારી આ અંગે જણાવ્યું કે લખનઉ સ્થિત ડોક્ટરે પીડિતાની ચિકિત્સા કરી હતી અને તે સમયે તેની ઉંમર 18 વર્ષથી ઉપર રાખી હતી.

unnao case

નોંધનીય છે કે ગત વર્ષે જૂનમાં ઉન્નાવ કેસમાં એક હોસ્પિટલમાં તેનો મેડિકલ ચેકઅપ થયો હતો. અને તેમાં તે 19 વર્ષની હતી. ઉન્નાવ જિલ્લા હોસ્પિટલના રેડિયોલોજીસ્ટ ડૉ. એસકે જોહરી કહ્યું કે પીડિતાની ઉંમર તેના એક્સ રે પર આધારીત કરીને કરવામાં આવી હતી જેમાં તે 19 વર્ષથી વધુની જણાવવામાં આવી હતી. નોંધનીય છે કે આ પહેલા ફરિયાદ કરનાર યુવતીની માંએ એફઆઇઆરમાં કહ્યું હતું કે ઘટનાના સમયે તેમની પુત્રી સગીર હતી. અને તેની જન્મતારીખ 17 ઓગસ્ટ 2002 જણાવવામાં આવી હતી. જે પછી પોલીસે આ કેસમાં પોઓસીએસઓ કાયદો પણ લગાવ્યો હતો.

English summary
Unnao Gangrape tests say victim was adult when raped. Read more on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X