ઓપિનિયન પોલઃ પૂર્ણ બહુમત સાથે ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવશે ભાજપ

Written By:
Subscribe to Oneindia News

ઇન્ડિયા ટુડે-એક્સિસના ઉત્તર પ્રદેશની ચૂંટણી અંગે કરાવવામાં આવેલા સર્વેમાં ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમત મળવાની વાત કહેવાઇ રહી છે. ઓપિનિયન પોલ અનુસાર ભારતીય જનતા પાર્ટીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં 206થી 216 સીટો મળવાની વાત કહેવાઇ રહી છે. પૂર્ણ બહુમત માટે 203 સીટો મળવી જરૂરી છે, આથી જો આમ થાય તો ભાજપને પૂર્ણ બહુમત માટે જરૂરી સીટો કરતાં પણ વધુ સીટો મળે અને ઉત્તર પ્રદેશમાં ભાજપની પૂર્ણ બહુમતવાળી સરકાર બને.

BJP

ભારતીય જનતા પાર્ટી બાદ 92થી 97 સીટો સાથે સમાજવાદી પાર્ટી બીજી સૌથી મોટી પાર્ટી છે. માયાવતીની બહુજન સમાજ પાર્ટીને સર્વેમાં 79થી 85 સીટો આપવામાં આવી છએ. સર્વેમાં કોંગ્રેસની હાલત સૌથી ખરાબ છે, પાર્ટીને 5થી 9 સીટો જ મળવાની વાત કહેવાઇ રહી છે. જ્યારે અન્યોને 7થી 11 સીટો મળવાની વાત કહેવાઇ છે. ચૂંટણીમાં ભાજપને 33 ટકા, સપાને 26 ટકા, બસપાને 26 ટકા અને કોંગ્રેસને 6 ટકા વોટ મળ્યાં છે.

મુખ્યમંત્રી તરીકે વર્તમાન સીએમ અખિલેશ યાદવ પ્રાંતની પહેલી પસંદ છે. તેમને 33 ટકા લોકોએ મુખ્યમંત્રી તરીકે વોટ આપ્યા છે, જ્યારે માયાવતીને 25 ટકા વોટ મળ્યા છે. ભાજપના નેચા રાજનાથ સિંહને 20 ટકા અને યોગી આદિત્યનાથને 18 ટકા લોકોએ વોટ કર્યા છે. બીજી બીજુ પ્રિયંકા ગાંધી, વરુણ ગાંધી, મુલાયમ સિંહ યાદવનો માત્ર 1 ટકા વોટ મળ્યા છે.

કયા મુખ્યમંત્રી ઉત્તર પ્રદેશની કાયદાકીય વ્યવસ્થામાં સુધારો લાવી શકે એવા સવાલના જવાબમાં સર્વેમાં માયાવતીએ બાજી મારી છે. 48 ટકા લોકોએ માયાવતી પર ભરોસો બતાવ્યો છે, જ્યારે કો એખિલેશ યાદવને 28 ટકા અને રાજનાથ સિંહને 23 ટકા લોકોનો ભરોસો મળ્યો છે.

English summary
UP assembly election 2017 new opinion poll.
Please Wait while comments are loading...