UP assembly election 2022 : કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, 50 મહિલાઓને મળી ટિકિટ
કોંગ્રેસ પાર્ટીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગુરુવારના રોજ ઉત્તર પ્રદેશ ચૂંટણી માટે આ યાદી જાહેર કરી છે.
UP assembly election 2022 : કોંગ્રેસ પાર્ટીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગુરુવારના રોજ ઉત્તર પ્રદેશ ચૂંટણી માટે આ યાદી જાહેર કરી છે, જેમાં 125 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. 125 લોકોની પ્રથમ યાદીમાં 50 મહિલાઓ છે. ઉન્નાવ ગેંગ રેપ પીડિતાની માતાને પણ ટિકિટ આપવામાં આવી છે.
પ્રથમ યાદીની જાહેરાત કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, કુલ 125 ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે. આ 125 સીટ પર 40 ટકા મહિલાઓ અને 40 ટકા યુવાનોને ટિકિટ આપવામાં આવી છે. ઉમેદવારોના નામની જાહેરાત કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આ એક ઐતિહાસિક ક્ષણ છે, અમે મહિલાઓને આગળ લાવીને રાજ્યમાં એક નવા પ્રકારનું રાજકારણ લાવવાની આશા રાખીએ છીએ. જ્યારે અમે મહિલાઓની વાત શરૂ કરી તો તમામ પક્ષોએ જાહેરાતો શરૂ કરી દીધી. ભાજપ, સપા, આરએલડી, બસપા તમામે જાહેરાત કરી હતી. આ અમારી સફળતા છે કે, મહિલાઓને હવે અવગણી શકાય નહીં.
|
ઉન્નાવ ગેંગ રેપ પીડિતાની માતાને ટિકિટ
ઉમેદવારો વિશે માહિતી આપતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, યુપી ચૂંટણી માટે કોંગ્રેસની પ્રથમ યાદીમાં 50 મહિલાઓ છે. આ યાદીમાં સામેલ મહિલાઓમાં પત્રકારો,સામાજિક કાર્યકરો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે જેમણે ઘણું સહન કર્યું છે. અમારા ઉન્નાવ ઉમેદવાર ઉન્નાવ ગેંગ રેપ પીડિતાની માતા છે. અમે તેમને તેમનોસંઘર્ષ ચાલુ રાખવાનો મોકો આપ્યો છે. જે શક્તિ દ્વારા તેમની દીકરી પર અત્યાચાર થયો, તેનો પરિવાર બરબાદ થયો, તે જ સત્તા તેમને મળવી જોઈએ.

સોનભદ્ર હત્યાકાંડના પીડિતોમાંના એક રામરાજ ગોંડને ટિકિટ
પ્રિયંકાએ વધુમાં કહ્યું કે, અમે સોનભદ્ર હત્યાકાંડના પીડિતોમાંથી એક રામરાજ ગોંડને પણ ટિકિટ આપી છે. તેવી જ રીતે આશા બહેનોએ કોરોનામાં ઘણું કામ કર્યું, પરંતુતેમને માર મારવામાં આવ્યો હતો. અમે તેમાંથી એક પૂનમ પાંડેને પણ ટિકિટ આપી છે. CAA-NRC દરમિયાન લખનઉની સદફ જાફરે ઘણો સંઘર્ષ કર્યો છે.
પોસ્ટરમાં તેમનો ફોટો છપાવીને સરકારે તેમને હેરાન કર્યા છે. મારો સંદેશ છે કે, જો તમને ત્રાસ આપવામાં આવે છે, તો તમારા અધિકાર માટે લડો. કોંગ્રેસ આવીમહિલાઓની સાથે છે.

કોંગ્રેસ ચૂંટણી લડવામાં મદદ કરશે
પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે, જે મહિલાઓ પહેલીવાર ચૂંટણી લડી રહી છે, તે સંઘર્ષશીલ અને હિંમતવાન મહિલાઓ છે. કોંગ્રેસ પક્ષ તેમને સંપૂર્ણ સહકાર આપશે. અમારીપાસે ઘણી સ્ત્રીઓની અરજીઓ આવી છે, તેમાંથી ઘણી જેમને ક્યારેય તક મળી નથી. ઘણા એવા છે, જેમણે ઘણો સંઘર્ષ કર્યો છે અને પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. મેંશરૂ કરેલા પ્રયાસો હું ચાલુ રાખીશ, ચૂંટણી પછી પણ હું યુપીમાં જ રહીશ. જો અમારી પાર્ટી કહે છે કે, અમારી ભૂમિકા અન્યત્ર હોવી જોઈએ, તો હું પણ તે કરીશ. અમેપાર્ટીને મજબૂત કરવાના અમારા પ્રયાસો ચાલુ રાખીશું.












Click it and Unblock the Notifications
