By Elections 2022: યુપી, બિહાર, મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં 3 નવમ્બરે પેટાચૂંટણી થશે
By Elections 2022: યુપી, બિહાર, મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં 3 નવમ્બરે પેટાચૂંટણી થશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં દેશભરમાં ખાલી પડેલી અમુક વિધાનસભા સીટ પર ચૂંટણી થનાર છે. જેના માટે ચૂંટણી પંચે આજે તારીખોનું એલાન કરી દીધું છે. હરિયાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, ઓરિસ્સા અને તેલંગાણાની ખાલી પડેલી વિધાનસભા સીટ પર ચૂંટણી જાહેર થશે.
6 રાજ્યોની 7 વિધાનસભા સીટ માટે 3 નવેમ્બરે પેટાચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ચૂંટણી પંચ મુજબ છ રાજ્યોની સાત વિધાનસભા સીટ પર ત્રણ નવેમ્બરે પેટાચૂંટણી થશે, જ્યારે 6 નવેમ્બરે ચૂંટણીના પરિણામ આવશે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, તેલંગાણા, ઓરિસ્સાની એક એક વિધાનસભા સીટ પર મતદાન થશે જ્યારે બિહારની બે વિધાનસભા સીટ પર મતદાન કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશની ગોલા ગોકર્ણનાથ, મહારાષ્ટ્રની અંધેરી પૂર્વ, બિહારની મોકામા અને ગોપાલગંજ, હરિયાણાની આદમપુર, તેલંગાણાની મુનુગોડે અને ઓરિસ્સાના ધામનગર (SC)વિધાનસભા સીટ પર આગામી 3 નવેમ્બરે મતદાન થશે. ઉલ્લેખનીય છે કે નોટિફિકેશનની તારીખ 7 ઑક્ટોબર હશે. 14 તારીખથી નામાંકન થશે અને 17 ઑક્ટોબર સુધીમાં કોઈ ઉમેદવાર પોતાનું નામ પાછું ખેચી શકશે. ત્રણ નવેમ્બરે મતદાન થશે જ્યારે છ નવેમ્બરે પરિણામ જાહેર થશે.












Click it and Unblock the Notifications
