For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UP CM યોગી આદિત્યનાથે કહ્યું, 'ઓવૈસી સમાજવાદી પાર્ટીના એજન્ટ છે, રાજ્યમાં અરાજકતા ફેલાવાનું કામ કરી રહ્યા છે

UP CM યોગી આદિત્યનાથે ઓવૈસીને સમાજવાદી પાર્ટીનો એજન્ટ ગણાવ્યા હતા. આ સાથે તેમના પર રાજ્યમાં અરાજકતા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

કાનપુર : AIMIM પાર્ટીના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી પર મંગળવારના રોજ કાનપુરમાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા હતા. UP CM યોગી આદિત્યનાથે ઓવૈસીને સમાજવાદી પાર્ટીનો એજન્ટ ગણાવ્યા હતા. આ સાથે તેમના પર રાજ્યમાં અરાજકતા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.

આ સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, 'હું ચાચા જાન અને અબ્બા જાનના અનુયાયીઓને કહીશ કે, જો તમે રાજ્યનું વાતાવરણ ભડકાવવાનું કામ કરો છો, તો તેની સાથે કેવી રીતે કડક કાર્યવાહી કરવી એ સરકાર જાણે છે.

પાર્ટીના બૂથ સંમેલન અને પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યા દિગ્ગજ નેતાઓ

પાર્ટીના બૂથ સંમેલન અને પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યા દિગ્ગજ નેતાઓ

ઉલ્લેખીય છે કે, 23 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય કાનપુર-બુંદેલખંડ પ્રદેશમાં પાર્ટીના બૂથ સંમેલન અને પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં કાનપુર પહોંચ્યા હતા.

આ દરમિયાન સીએમ યોગીએ જનતાને સંબોધતા કહ્યું કે, જો કાનપુર માતા ગંગાના આશીર્વાદ ધરાવે છે, તો ચિત્રકૂટ તેની સુંદરતા અને વન સંપત્તિ સાથે ભગવાન શ્રી રામને વનવાસના સમયગાળા દરમિયાન આશ્રય આપવા માટે એક પવિત્ર ધાર્મિક સ્થળ તરીકે પ્રખ્યાત છે.

અત્યાર સુધીમાં દેશમાં 112 કરોડ લોકોને વિનામૂલ્યે રસી આપવામાં આવી

અત્યાર સુધીમાં દેશમાં 112 કરોડ લોકોને વિનામૂલ્યે રસી આપવામાં આવી

આ દરમિયાન યોગીએ જણાવ્યું કે, પ્રાકૃતિક સંપત્તિથી સમૃદ્ધ યુપીના આ વિસ્તારો દેશના વિકાસનો આધાર બની શક્યા હોત, પરંતુ આઝાદી બાદ પરિવાર, જ્ઞાતિવાદી વિચારસરણીના લોકોએ સામાજિક તાંતણે તોડી નાખ્યું અને પોતાના રાજકીય સ્વાર્થ માટે આ વિસ્તારના વિકાસમાં પણ અવરોધ ઊભો કર્યો હતો.

આ દરમિયાન મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું કે, ભારતે કોરોનાની રોકથામ માટે વિશ્વમાં શ્રેષ્ઠ વ્યવસ્થાપન કર્યું છે. અત્યાર સુધીમાં દેશમાં 112 કરોડ લોકોને વિનામૂલ્યે રસી આપવામાં આવી છે.

2017 પહેલા રાજ્યમાં દર ત્રીજા-ચોથા દિવસે રમખાણો થતા હતા

2017 પહેલા રાજ્યમાં દર ત્રીજા-ચોથા દિવસે રમખાણો થતા હતા

ઓવૈસી પર પ્રહાર કરતા સીએમ યોગીએ કહ્યું કે, હું ચાચા જાન અને અબ્બા જાનના અનુયાયીઓને કહીશ કે, જો તમે રાજ્યની લાગણીઓને ભડકાવીને વાતાવરણબગાડશો તો સરકાર પણ જાણે છે કે, સત્તા સાથે કેવી રીતે વ્યવહાર કરવો.

બધા જાણે છે કે, ઓવૈસી સમાજવાદી પાર્ટીના એજન્ટ બનીને રાજ્યમાં લાગણી ભડકાવવાનુંકામ કરી રહ્યા છે. એટલું જ નહીં યોગીએ કહ્યું કે, 2017 પહેલા રાજ્યમાં દર ત્રીજા-ચોથા દિવસે રમખાણો થતા હતા. અહીં ફરી CAAના નામે લાગણી ભડકાવી રહ્યોછે, તેને હું ચેતવણી આપી રહ્યો છું, તેમ યોગીએ જણાવ્યું હતું.

English summary
UP CM Yogi Adityanath said, 'Owaisi is an agent of Samajwadi Party, working to spread chaos in the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X