શહીદ પીએસ ચૌહાણના પરિવારને યુપી સરકાર 50 લાખ રૂપિયા સરકારી નોકરી આપશે!
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે આગ્રાના બહાદુર પુત્ર વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણના પૈતૃક નિવાસસ્થાને પહોંચ્યા હતા.
આગ્રા, 10 ડિસેમ્બર : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે આગ્રાના બહાદુર પુત્ર વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણના પૈતૃક નિવાસસ્થાને પહોંચ્યા હતા. સીએમ યોગીએ તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવારના સભ્યોને મળ્યા. સીએમ યોગીએ કહ્યું કે રાજ્ય સરકાર શહીદ પરિવારની સાથે છે. રાજ્ય તરફથી શહીદના પરિવારને 50 લાખ રૂપિયાની આર્થિક સહાય, એક સભ્યને સરકારી નોકરી અને એક સંસ્થાને શહીદના નામ પર રાખવામાં આવશે.

તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં આગ્રાના વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણ પણ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત સાથે શહીદ થયા હતા. પૃથ્વી સિંહ ચૌહાણ દયાલબાગના સરન નગરના રહેવાસી હતા. પૃથ્વી સુરેન્દ્ર સિંહના એકમાત્ર પુત્ર હતા. તે 4 ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. તેમણે સૈનિક સ્કૂલ રીવામાં ધોરણ 6માં એડમિશન લીધું ત્યાર બાદ તેની પસંદગી NDAમાં થઈ. વર્ષ 2000માં પૃથ્વી સિંહ એરફોર્સમાં જોડાયા હતા. હાલ તેઓ કોઈમ્બતુર નજીકના એરફોર્સ સ્ટેશનમાં પોસ્ટેડ હતા. પૃથ્વીના લગ્ન વૃંદાવનની રહેવાસી કામિની સાથે 2007માં થયા હતા. તેમને 12 વર્ષની દીકરી આરાધ્યા અને 9 વર્ષનો દીકરો છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કર્યું કે, તામિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મા ભારતીના બહાદુર પુત્ર વિંગ કમાન્ડર શ્રી પૃથ્વી સિંહ ચૌહાણજીને તેમના પૈતૃક નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ અર્પી અને તેમના પરિવારના સભ્યોને મળ્યો. રાજ્ય સરકાર પરિવારની સાથે છે. પરમાત્મા શોકાતુર પરિવારના સભ્યોને આ કરૂણ દુખ સહન કરવાની શક્તિ આપે. આ સાથે દીકરીઓ કૃતિકા અને તારિણી સિવાય પરિવારના સભ્યોને મળીને સાંત્વના આપી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
