UP News: તાલીમાર્થી IAS અધિકારીઓેને સીએમ યોગીએ આપ્યો સંવાદ અને સમન્વયનો મંત્ર
Chief Minister Yogi Adityanath: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સફળ કારકિર્દી માટે ભારતીય વહીવટી સેવા (IAS) માં જોડાયેલા યુવા અધિકારીઓને સંવાદ, સંકલન અને સકારાત્મકતાનો મંત્ર આપતાં કહ્યું કે પડકારો જ તમારા જીવનના નિખારશે અને આનાથી ક્યારેય ડરવું ના જોઈએ.
IAS 2021 બેચના યુપી કેડરના અધિકારીઓ સાથે વાતચીત કરતા, મુખ્યમંત્રીએ કહ્યું કે જો ટ્રાન્સફર વખતે, જો લોકો તમારા જવાથી દુઃખી હોય તો સમજી લેજો કે તમે સાચી દિશામાં છો. ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યના વહીવટનો મહત્વપૂર્ણ ભાગ બનવું એ ઘણા પડકારોથી ભરેલું છે. આ પડકારો ફક્ત તમારા વ્યક્તિત્વને નિખારશે.

તેમણે કહ્યુ કે આઈએએસ અધિકારી તરીકે, તમને જોઈન્ટ મેજિસ્ટ્રેટથી લઈને સરકારમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરવા સુધીની નીતિઓ બનાવવાની જવાબદારી મળશે. આવા પ્રસંગે તમારા મનમાં લોકહિતની ભાવના હોવી જોઈએ.
તેમણે કહ્યું કે શરૂઆતના 5-6 વર્ષમાં તમારા કામની દિશા આગામી 30-35 વર્ષની તમારી કારકિર્દીનો માર્ગ નક્કી કરશે. ફિલ્ડમાં તમારી કામગીરી દરમિયાન તમે લોકો સાથે જેટલી સારી રીતે કનેક્ટ થશો, યોગ્યતાના આધારે નિર્ણયો લેવાની તમારી ક્ષમતા એટલી જ સારી હશે, લોકો તમને યાદ રાખશે. એટલા માટે તમારી બુદ્ધિ અને પ્રતિભાનો વધુ સારો ઉપયોગ કરો. સકારાત્મક વલણ સાથે કામ કરો અને લોકોનો વિશ્વાસ મેળવો.
રાજ્યમાં થયેલા અનેક વિકાસનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, તાલીમ પછી, જ્યારે તમને જોઈન્ટ મેજિસ્ટ્રેટ તરીકે પ્રથમ પોસ્ટિંગ મળશે, ત્યારે મહેસૂલની બાબતો પણ હશે અને કાયદો અને વ્યવસ્થા સંભાળવાની તક મળશે. આજે લાખો રેવન્યુ કેસ પેન્ડિંગ છે, લોકો ઝડપી ન્યાયની રાહ જોઈ રહ્યા છે. તમે તેમની અપેક્ષા પૂરી કરી શકશો. કાયદો અને વ્યવસ્થાની બાબતોમાં કોમ્યુનિકેશનનું મહત્વ સમજાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે ગમે તેટલી મોટી ભીડ હોય, જો યોગ્ય સંચાર હોય તો દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે.
અયોધ્યા, કાનપુર, હરદોઈ, રાયબરેલી, મુરાદાબાદ, આગ્રા, સહારનપુર, અમજમગઢ, ઝાંસી, મથુરા ગોરખપુર, વારાણસી વગેરે જિલ્લાઓમાં બીડીઓ, સબ કલેક્ટર, સીડીપીઓ જેવી પોસ્ટ્સ પર તૈનાત સાથે ક્ષેત્રીય અનુભવ મેળવીને અધિકારીઓ IAS ની બીજા તબક્કાની તાલીમ માટે તૈયાર થયા. તેમણે સંવાદ દરમિયાન પોતાના અનુભવો પણ શેર કર્યા. યુવા અધિકારીઓએ મુખ્યમંત્રીને પોતપોતાના જિલ્લાના પડકારો વિશે જણાવ્યું હતું અને તેમના દ્વારા કરવામાં આવેલી નવીનતાઓ વિશે પણ માહિતી આપી હતી.
તમામના અનુભવોને આગળના કાર્યકાળ માટે ઉપયોગી ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે 18 મંડલ અને 25 કરોડની વસ્તી ધરાવતા 75 જિલ્લાના આ વિશાળ રાજ્યના દરેક જિલ્લાને પોતાના પડકારો છે. એક વહીવટી અધિકારી તરીકે, તેમને સમજવાની અને તેનો સામનો કરવાની જવાબદારી તમારી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, IAS અધિકારી તરીકે સામાન્ય માનવીના જીવનમાં પરિવર્તન લાવવાની સારી તક છે, તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.












Click it and Unblock the Notifications
