UP News : 6 વર્ષમાં ત્રણ ગણું Excise Revenue કલેક્શન, યોગી સરકારે કરી કમાલ
UP News : ઉત્તર પ્રદેશ સરકારની આબકારી રાજસ્વ ગત છ વર્ષોમાં લગભગ ત્રણ ગણું થઇ ગયું છે. અધિકારીઓની વાત માનીએ તો, રાજ્યમાં 2016-2017માં આ વસ્તુ હેઠળ એકત્ર કરવામાં આવેલા 14273.33 કરોડની સરખામણીમાં વર્ષ 20222-23માં રાજ્ય રાજસ્વ આવક 4200 કરોડ રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાને કારણે આ વધારો થયો છે.
આબકારી જકાત ઉત્તર પ્રદેશ સરકારના વિવિધ હેડ હેઠળ એકત્રિત થતી આવકમાં 25 ટકા ફાળો આપે છે. આબકારી રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) નીતિન અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજ્યમાં આબકારી જકાતમાં વધારો થવા પાછળ દુકાનોની સંખ્યા, બહેતર અમલ, બાર લાઇસન્સ જાહેર કરવા માટેના નિયમોનું સરળીકરણ અને વ્યવસાય કરવાની સરળતા એ મુખ્ય કારણો છે.

છેલ્લા છ વર્ષમાં એક્સાઇઝની આવક લગભગ ત્રણ ગણી વધી છે. વર્ષ 2016-2017માં ઉત્તર પ્રદેશમાં લગભગ 61 ડિસ્ટિલરીઓ હતી. હવે આ સંખ્યા વધીને 98 થઈ ગઈ છે. આ ઉપરાંત 85 નવી ડિસ્ટિલરી પણ આવી રહી છે. ઉત્તર પ્રદેશે 153 કરોડ લીટર ઇથેનોલનું ઉત્પાદન કરીને ઇથેનોલ ઉત્પાદનમાં અગ્રણી સ્થાન હાંસલ કર્યું છે. આ દેશમાં સૌથી વધુ છે.
ઉત્તર પ્રદેશમાં હવે વધુ માઇક્રોબ્રુઅરીઝ, પ્રીમિયમ રિટેલ વેન્ડર્સ અને રેટ્રો બાર છે. અમે તાજેતરમાં મુઝફ્ફરનગર અને બરેલી ખાતે બે વાઇનરી સ્થાપવા માટેનું લાઇસન્સ પણ જાહેર કર્યું છે. અગ્રવાલે જણાવ્યું હતું કે, GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) સહિતના વિવિધ હેડ હેઠળ એકત્રિત કરવામાં આવેલી રાજ્યની આવકમાં એક્સાઇઝ ડ્યુટીનો ફાળો 25 ટકા છે. રાજ્ય સરકારને 2021-22માં 36,321.12 કરોડ રૂપિયા મળ્યા છે. 2022-2023માં રકમ લગભગ 14 ટકા વધી છે.
ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારે આબકારી વિભાગનો લક્ષ્યાંક 2022-2023માં રૂપિયા 48,000 કરોડથી વધારીને 2023-24 માટે રૂપિયા 58,000 કરોડ કર્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સૂચનાને પગલે રાજ્યમાં ગેરકાયદેસર દારૂને રોકવા માટે અસરકારક પગલાં લેવામાં આવ્યા છે. 21 ફેબ્રુઆરી, 2022 ના રોજ આઝમગઢમાં ત્રણ મૃત્યુની ઘટના પછી, ગેરકાયદેસર દારૂ પીવાની કોઈ ઘટના સામે આવી નથી.
અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-2023માં એક્સાઇઝ સેક્ટરમાં રૂપિયા 31,433 કરોડની 100 થી વધુ રોકાણ દરખાસ્તો મળી છે. આમાંથી કેટલાક પ્રોજેક્ટ સપ્ટેમ્બર 2023માં પ્રસ્તાવિત ગ્રાઉન્ડબ્રેકિંગ સમારોહમાં અમલમાં મૂકવામાં આવશે.












Click it and Unblock the Notifications
