સોમનાથની જેમ અયોધ્યામાં રામ મંદિર બનાવશે અખિલેશ સરકાર!

અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા સમાચાર અનુસાર ઉત્તર પ્રદેશ સરકાર 14 ઓક્ટોબરના રોજ આ બાબતે એક મહત્વની બેઠક કરવા જઇ રહી છે. જેમાં પ્રમુખ ગૃહ સચિવ, ફૈઝાબાદના ડીએમ અને ડીજીપી સહી ઘણા સીનિયર પોલીસ ઓફિસરોને ચર્ચા માટે બોલાવવામાં આવ્યા છે. આ બેઠક લખનઉમાં પ્રમુખ સચિવની ઓફિસમાં થશે.
જાણકારી અનુસાર જે રીતે સંસદમાં કાનૂન પસાર કરીને ગુજરાતમાં સોમનાથ મંદિરનું નિર્માણ થયું હતું તેવી જ રીતે અખિલેશ સરકાર અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરવા માગે છે. જોકે 9 ઓક્ટોબરના રોજ જારી ગૃહ અનુભાગ 4થી જારી થયેલા પત્રમાં ઉત્તર પ્રદેશ શાસન સચિવ સર્વેશ ચંદ્ર મિશ્રએ પોલીસ મહાનિદેશક, અપર પોલીસ મહાનિદેશક કાનૂન વ્યવસ્થા, ફૈઝાબાદના જિલ્લા અધિકારી અને વરિષ્ઠ પોલીસ અધીક્ષક ઉપસ્થિત રહેવાના નિર્દેશ આપ્યા છે.
જોકે આ આખા મામલામાં યુપી સરકારે સફાઇ આપતા જણાવ્યું છે કે પત્રનો વિષય લાઇનમાં પ્રિન્ટિંગની ભૂલ થઇ છે, જેને સુધારી પણ લેવાયું છે. આ મહત્વની બેઠક 18 ઓક્ટોબરના રોજ બોલાવવામાં આવેલી વીએચપીની સંકલ્પયાત્રાને લઇને ચર્ચા કરવાના ઉદ્દેશ્યથી બોલાવવામાં આવી છે.












Click it and Unblock the Notifications
