સર્વેઃ યુપીમાં મોદીનો જલવો, ભાજપને 42-50 બેઠકો

નવી દિલ્હી, 4 એપ્રિલઃ આઇબીએન 7 માટે સીએસડીએસ દ્વારા ઉત્તર પ્રદેશમાં ચૂંટણી સર્વે કરવામાં આવ્યો છે. ગયા મહિને ઉત્તર પ્રદેશની રાજકિય સ્થિતિ અંગે જણાવવામાં આવ્યું હતું ત્યારે નરેન્દ્ર મોદી વારાણસીથી ઉમેદવાર નહોતા. હવે જેઓ ત્યાંથી ચૂંટણી લડી રહ્યાં છે તો ઉત્તર પ્રદેશની રાજકિય તસવીર બદલાઇ છે.

80 લોકસભા બેઠકો સાથે રાજકિય રીતે ઉત્તર પ્રદેશ સૌથી મહત્વપૂર્ણ રાજ્ય છે. દેશની નંબર એક પાર્ટી બનાવવા માટે ભાજપે અહીં સૌથી વધારે બેઠકો મેળવવી પડશે. વારાણસીથી નરેન્દ્ર મોદીની ઉમેદવારી અહીં ભાજપનો સૌથી મોટો દાવ છે. મોદીના સહારે પૂર્વાંચલ અને પશ્ચિમ બિહારની 40 બેઠકો પર પાર્ટીની નજર છે.

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની નિષ્ફળતા રાહુલ ગાંધીના નેતૃત્વ અને સાખ માટે નિર્ણાયક સાબિત થશે. મુજફ્ફરનગર રમખાણો બાદ થવા જઇ રહેલી આ ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીનું રાજકિય ભવિષ્ય દાવ પર છે. મુલાયમ સિંહ યાદવે પરંપરાગત મત બેન્ક સંભાળવાની ચિંતા છે તો બીજી તરફ માયાવતીએ ફરી એકવાર સોશિયલ એન્જીનિયરિંગ પર વિશ્વાસ છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીની હાજરીથી ચતુષ્કોણીય મુકાબલો વધુ રસપ્રદ થઇ ગયો છે.

યુપી અને કેન્દ્ર સરકારના કામથી સંતુષ્ટિ કેટલી?

યુપી અને કેન્દ્ર સરકારના કામથી સંતુષ્ટિ કેટલી?

સર્વે અનુસાર 46 ટકા લોકો રાજ્ય સરકારના કામથી સંતુષ્ટ છે, જ્યારે 45 ટકા લોકો નાખુશ છે, બીજી તરફ 45 ટકા લોકો યુપીએના કામતી સંતુષ્ટ છે અને 47 ટકા લોકો નાખુશ છે.

કેન્દ્રમાં યુપીએને ફરીથી તક મળશે?

કેન્દ્રમાં યુપીએને ફરીથી તક મળશે?

સર્વેમાં 23 ટકા લોકોએ કહ્યું કે યુપીએને ફરીથી તક મળશે, જ્યારે 56 ટકા લોકો તેમની વિરુદ્ધ છે.

યુપીમાં 5 મુખ્ય મુદ્દા કયા છે?

યુપીમાં 5 મુખ્ય મુદ્દા કયા છે?

સર્વે અનુસાર 20 ટકા લોકો માટે વિકાસ, 17-17 ટકા લોકો માટે મોંઘવારી અને ભ્રષ્ટાચાર, 8 ટકા લોકો માટે બેરોજગારી અને 5 ટકા લોકો માટે રસ્તાઓ ચૂંટણી મુદ્દો છે.

યુપીમાં કોને કેટલા મતો મળશે?

યુપીમાં કોને કેટલા મતો મળશે?

ભાજપને 36 ટકા, સપાને 22 ટકા, બસપાને 18 ટકા, કોંગ્રેસ-આરએલડીને 16 ટકા અને આપને ત્રણ ટકા મત મળવાની સંભાવના છે.

કોને કેટલી બેઠક મળશે?

કોને કેટલી બેઠક મળશે?

ભાજપને 42થી 50 બેઠક, સપાને 11થી 17, બસપાને 10થી 16 ટકા, કોંગ્રેસ-આરએલડીને 4થી 8 ટકા જ્યારે ‘આપ'ને 0થી 2 બેઠકો મળી શકે છે.

યુપીમાં ક્ષેત્રવાર તસવીર કેવી છે?

યુપીમાં ક્ષેત્રવાર તસવીર કેવી છે?

યુપીમાં સપા-બસપા વચ્ચે કાંટાની ટક્કર છે. અવધમાં ભાજપ આગળ છે, જ્યારે કોંગ્રેસ બીજા નંબરે છે. દોઆબમાં ભાજપ આગળ છે અને સપા બીજા નંબર પર છે. બુંદેલખંડમાં ભાજપ-સપામાં જોરદાર ટક્કર છે જ્યારે પૂર્વાંચલમાં ભાજપ આગળ છે અને સપા-બસપા વચ્ચે મુકાબલો છે.

યુપીમાં શહેર-ગામનો મિજાજ કેવો છે?

યુપીમાં શહેર-ગામનો મિજાજ કેવો છે?

ભાજપને 38 ટકા ગ્રામિણ મત અને 30 ટકા શહેરી મત, સપાને 22 ટકા ગ્રામિણ મત અને 23 ટકા શહેરી મત, બસપાને 20 ટકા ગ્રામિણ મત અને 11 ટકા શહેરી મત જ્યારે કોંગ્રેસને 14 ટકા ગ્રામિણ અને 23 ટકા શહેરી મત મળવાની આશંકા છે.

યુપીમાં કોને કોનું સમર્થન?

યુપીમાં કોને કોનું સમર્થન?

ભાજપને 58 ટકા ઉચ્ચ જાતિઓ, 55 ટકા યાદવ સપાના પક્ષમાં, 48 ટકા અન્ય ઓબીસી ભાજપના પક્ષમાં, 60 ટકા જાટવ બસપાના પક્ષમાં, મુસ્લિમ મતોની વાત કરવામાં આવે તો 11 ટકા મુસ્લિમ ભાજપ, 34 ટકા મુસ્લિમ સપા, 23 ટકા મુસ્લિમ બસપા અને 21 ટકા મુસ્લિમ કોંગ્રેસના મતમાં છે.

કોણ બનશે વડાપ્રધાન?

કોણ બનશે વડાપ્રધાન?

યુપીમાં 34 ટકા લોકોની પસંદ મોદી, 12 લોકોની પસંદ રાહુલ ગાંધી, 11 ટકા લોકોની પસંદ માયાવતી, 10 ટકા લોકોની પસંદ મુલાયમ સિંહ અને 2 ટકા લોકોની પસંદ અરવિંદ કેજરીવાલ છે જ્યારે 21 ટકા લોકોએ પ્રતિભાવ આપ્યો નથી.

યુપીમાં મોદી કેટલા લોકપ્રિય?

યુપીમાં મોદી કેટલા લોકપ્રિય?

ઉત્તર પ્રદેશ અને દોઆબમાં 38-38 ટકા લોકોમાં મોદી, પશ્ચિમ યુપીમાં 34 અને અવધમાં 33 ટકા, ઉત્તર પૂર્વ યુપીમાં 31 ટકા રુહેલખંડ અને બુંદેલખંડમાં 27-27 ટકા લોકોમાં મોદી લોકપ્રિય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X