UPI સંપૂર્ણ રીતે ફ્રી, આ પર જ લાગશે ચાર્જ: NPCIએ કર્યું સ્પષ્ટ
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ડિજિટલ પેમેન્ટમાં ઘણો વધારો થયો છે. લોકો નાનાથી લઈને મોટા વ્યવહારોમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) નો ઉપયોગ કરે છે. હવે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં વોલેટ અથવા કાર્ડ જેવા પ્રીપેડ સાધનો દ્વારા વેપારીઓને કરવામાં આવતી UPI ચૂકવણી પર ઇન્ટરચેન્જ ફીની ભલામણ કરવામાં આવી છે.

ઘણા ગ્રાહકો આ પરિપત્રને લઈને મૂંઝવણમાં હતા. તેઓ એવી છાપ હેઠળ હતા કે સામાન્ય UPI વ્યવહારો પર શુલ્ક લેવામાં આવશે, પરંતુ NPCIએ એક અખબારી યાદી બહાર પાડી અને સ્પષ્ટ કર્યું કે સામાન્ય UPI વ્યવહારો સંપૂર્ણપણે મફત અને સુરક્ષિત છે. આ ચાર્જ પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે PPI પર જ લાગુ થશે.

PPI પર કેટલો ચાર્જ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં 1 એપ્રિલથી મર્ચન્ટ UPI ટ્રાન્ઝેક્શન ફ્રી નહીં થાય. NPCI એ પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે PPI પર ઇન્ટરચાર્જની ભલામણ કરી છે, જે 0.5-1.1 ટકાની વચ્ચે હશે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે જો ગ્રાહકો કોઈપણ UPI વેપારી પાસે રૂ. 2000થી વધુનો વ્યવહાર કરે છે, તો તેમની પાસેથી 1.1 ટકાની ઇન્ટરચેન્જ ફી વસૂલવામાં આવશે.

આ રીતે સમજો
જો કોઈ વ્યક્તિએ Google Pay પરથી રૂ. 2000નો મર્ચન્ટ ટ્રાસેર્શન કર્યુ હોય, તો આ ચાર્જ 1.1 ટકા હતો, તેથી તમારે વધારાના રૂ. 22 ચૂકવવા પડશે. તેવી જ રીતે, 10,000 રૂપિયાની રકમ પર, તમારે વધારાના 110 રૂપિયા ચૂકવવા પડશે.

મોટા વ્યવહારોની સંખ્યામાં વધારો થયો
પહેલા લોકો મોટાભાગે યુપીઆઈથી નાના વ્યવહારો કરતા હતા, પરંતુ હવે તે ખૂબ જ સરળ થઈ ગયું છે. આવી સ્થિતિમાં આના દ્વારા મોટા વ્યવહારો પણ થાય છે. એક રિપોર્ટ અનુસાર, Google Pay, Phone-Pay, Payts જેવા પ્લેટફોર્મ પરથી 70 ટકાથી વધુ ટ્રાન્ઝેક્શન 2000થી વધુ છે.
સપ્ટેમ્બરમાં થશે સમીક્ષા
અત્યારે આ નિયમ 1 એપ્રિલથી લાગુ કરવામાં આવી રહ્યો છે, જ્યારે 30 સપ્ટેમ્બર, 2023ના રોજ એક બેઠક મળશે, જેમાં ચાર્જની સમીક્ષા કરવામાં આવશે. જો જરૂરી હોય તો, તે સમયે ફેરફારો કરવામાં આવશે.
-
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
